Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયશુ દેશમાં લાગશે લોકડાઉન ? જાણો શુ કહ્યુ સુપ્રીમ કોર્ટે

શુ દેશમાં લાગશે લોકડાઉન ? જાણો શુ કહ્યુ સુપ્રીમ કોર્ટે

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા સુપ્રીમ કોર્ટે લોકડાઉન લગાવવાની વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાને લેતા  કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકડાઉન પર વિચાર કરી શકે છે. ઘણા રાજ્યોમાં કોરોના કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. છતાં પણ સંક્રમણ ઘટી રહ્યું ન હોવાથી સુપ્રીમ કોર્ટ લોકડાઉન લગાવવાના પક્ષમાં છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટ દ્રારા સુનાવણી કરતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સામુહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર વિચાર કરવાનો આગ્રહ કરે. આ સીવ્યા લોકકલ્યાણના હિતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે લોકડાઉન પર વિચાર કરવામાં આવે. કોર્ટે વધુમાં એ પણ કહ્યું કે લોકડાઉન લગાવતા પહેલા સરકારએ પણ નક્કી કરે કે તેનો સામાજિક અને આર્થીક પ્રભાવ ઓછો પડે. જે લોકો પર લોકડાઉનની અસર પડી શકે તેમ હોય તો તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે. લોકડાઉનની વધુ અસર ગરીબ વર્ગો પર પડતી હોવાથી  તેમની જરુરિયાતો પૂરી  કરવાની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે  કેન્દ્રને વેક્સિનની કિંમતો અને તેની જરૂરિયાત, ઓક્સિજન તેમજ જરૂરી દવાઓની ઉપલબ્ધતા પર  ફરીથી વિચાર કરવા પણ જણાવ્યું છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને વાયરસના ફેલાવાને રોકવા અને તેને દૂર કરવાના પગલાઓ પર ધ્યાન આપવા અંગે પણ કોર્ટે નિર્દેશ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular