Friday, December 5, 2025
HomeબિઝનેસStock Market Newsઆવતીકાલે Nifty બનાવશે નવો ઓલ ટાઈમ હાઈ ?!

આવતીકાલે Nifty બનાવશે નવો ઓલ ટાઈમ હાઈ ?!

મોટાભાગના ઈન્ડીકેટર્સ આપી રહ્યા છે શુભ સંકેત

ગત્ તા.26 ઓકટોબરે Nifty એ 26,104 નો હાઈ લગાવ્યા બાદ ત્યાંથી લગભગ 800 પોઈન્ટનું કરેકશન આપી Nifty ફરીથી 26,000 ના સ્તરને પાર કરી ગઇ છે. 29 ઓકટોબરે 26,000 ના સ્તર ઉપર બંધ આપ્યા બાદ 12 ટ્રેડિંગ સેશન પછી આજે સોમવારે ફરીથી નિફટી 26,000ના સ્તર ઉપર ટ્રેડ થયો છે એટલું જ નહીં આ અત્યંત મહત્વપૂર્ણ સ્તર ઉપર બંધ આપવામાં પણ સફળ રહ્યો છે જે નિફટીમાં સ્ટ્રેન્થ સૂચવી રહ્યો છે.

- Advertisement -

26,104 ના હાઈથી Nifty એ ફિબોનાચી રીટ્રેશમેન્ટના 50%ના ગોલ્ડન સ્તર સુધીનો કરેકશન આપીને 25,300 ના સ્તરથી ફરીથી ઉપર તરફ ગતિ કરી 26,000નું સ્તર પાર કર્યુ છે ત્યારે હવે Nifty ના ઓલટાઈમ હાઈ 26,277 ના સ્તરને ક્રોસ કરવાની સંભાવનાઓ ખુબ જ બળવતર બની ગઇ છે. આવતીકાલે મંગળવારે Nifty ની વિકલી એક્સપાયરી તેમજ ઓપ્શનમાં ક્રિએટ થયેલા શોર્ટસ ટ્રેપ થઈ અને જબરૂ શોર્ટ કવરીંગ આપવાની સંભાવનાઓ પણ ટેકનિકલ અને ચાર્ટ નિષ્ણાંતો જોઇ રહ્યા છે. કેટલાંક નિષ્ણાંતો આવતીકાલે જ એટલે કે મંગળવારે જ નવા ઓલ ટાઈમની સંભાવનાઓ જોઈ રહ્યા છે જે માટેના કારણો પણ મોજુદ છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોડી સાંજે ટ્રેડ ડીલને લઇને ફરી સારા સંકેતો આપ્યા છે. કેટલીક ડેરી અને કૃષિ પ્રોડકટ્સને ટેરીફમાંથી બાદ પણ કર્યા છે તેમજ પેનલ્ટી સ્વરૂપે લગાડવામાં આવેલો 25% વધારાનો ટેરીફ હટાવવાનો પ્રસ્તાવ પણ મૂકી દીધો છે.

અન્ય સેકટરો અને ઈન્ડેકસ પણ બજારમાં તેજીના સંકેતો આપી રહ્યા છે. બેન્ક Nifty સતત નવા ઓલ ટાઈમ હાઇ બનાવતી રહી છે. આજે પણ 59,000 નું સ્તર ટચ કરીને બેન્ક Nifty એ રેકોર્ડ હાઈ બનાવ્યો છે. તો બીજી તરફ સ્મોલ અને મિડકેપમાં પણ ખરીદીના સંકેતો મળી રહ્યા છે. એફઆઈઆઈની વેચવાલી ધીમી પડી છે તેમની પાસે વધુ શોર્ટ કરવાની હવે બહુ જગ્યા રહી નથી ત્યારે નવેમ્બર સીરીઝ એક્સપાયરી તરફ જઈ રહી છે ત્યારે બજારમાં શોર્ટ કવરીંગની સંભાવનાઓ ખુબ જ વધી ગઇ છે. આ શોર્ટ કવરીંગ બજારને ખાસ કરીને Nifty-50ને નવા ઓલટાઈમ હાઈ તરફ લઇ જઈ શકે છે.

- Advertisement -

ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular