Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાથી સ્વસ્થ થયેલ વ્યક્તિઓને રસીનો એક જ ડોઝ આપવામાં આવશે ?

કોરોનાથી સ્વસ્થ થયેલ વ્યક્તિઓને રસીનો એક જ ડોઝ આપવામાં આવશે ?

- Advertisement -

કોરોના વાયરસ અને તેની વેક્સીનને લઇને વિશ્વભરમાં અનેક રીસર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે હવે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પોતાના સ્ટડીમાં જણાવ્યું છે કે  જે લોકો એક વખત કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે  તેમને વેક્સિનનો એક જ ડોઝ પર્યાપ્ત છે. વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સુચનો આપ્યા છે કે કોરોનાથી સ્વસ્થ થઈ ગયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ અનિવાર્ય રાખવામાં આવે. 

- Advertisement -

BHUના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ કોરોનાને માત આપી ચૂકેલા લોકોમાં વેક્સિનનો પહેલો ડોઝ 10 દિવસમાં જ જરૂરી એન્ટીબોડી બનાવી લે છે. આ એન્ટીબોડી કોરોના સામે લડવામાં અસરકારક હોય છે. અને જે લોકો સંક્રમિત નથી થયા તેમનામાં એન્ટીબોડી બનતા 3થી4 અઠવાડિયાનો સમય લાગે છે.આ સ્ટડીથી એ પણ સ્પષ્ટ થયું છે કે સંક્રમણથી ઠીક થયાને થોડા મહિના પછી વ્યક્તિ પોતાની એન્ટીબોડી ગુમાવે છે. 

આ સ્ટડીમાં BHUના ન્યૂરોલોજી વિભાગના પ્રૉ.વીએન મિશ્રા અને પ્રૉ.અભિષેક પાઠક જ્યારે જીઓલોજી વિભાગના પ્રૉફેસર જ્ઞાનેશ્વર ચૌબે, પ્રજ્જવલ સિંહ અને પ્રણવ ગુપ્તા સામેલ હતા. તેઓએ તાજેતરમાં જ  20 લોકો પર એક પાયલટ સ્ટડી કર્યું હતું. આ સંશોધન કોવિડ માટે જવાબદાર SARS-CoV-2 વાયરસ સામે નેચરલ એન્ટીબોડનો રોલ અને તેના ફાયદાની જાણકારી આપે છે. 

- Advertisement -

આથી કોરોના રસીના એક ડોઝની પદ્ધતિને અપનાવવા માટે વૈજ્ઞાનિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સૂચનો આપ્યાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા વ્યક્તિઓને વેક્સીનનો એક જ ડોઝ આપવામાં આવે. અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો કોરોના થયા પછી સાજા થયા છે. જો તેમને રસીનો માત્ર એક જ ડોઝ લગાડવામાં આવે તો વેક્સીનનું સંકટ પણ ઘટી જશે. અને વેક્સીનના ડોઝ પણ બચી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular