કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં અનેક દવાની એન્ટ્રી થઇ છે. ત્યારે ઝાયડસ કેડિલાની વધુ એક હરણફાળ માટે તૈયાર છે. ઝાયડસે મોનોક્લોનલ એન્ટી બોડી કોકટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસે મંજુરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોના સારવારમાં અક્સીર માનવામાં આવે છે. ત્યારે ભારતમાં પણ હરિયાણાના ગુડગાંવમાં 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. તેમને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ તે દવા છે જે પાછલા વર્ષે કોરોનાથી સંક્રમિત થયા બાદ તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી.
ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાની સારવાર કરાવી રહેલા મોહબ્બત સિંહને આશરે 30 મિનિટ સુધી આ દવા આપવામાં આવી. જે દવા આપવામાં આવી તે કાસિરિવિમેબ અને ઇમ્દેવીમેબની કોકટેલ છે અને તેને કોરોનાના કેટલાક દર્દીઓની સારવારમાં સફળ માનવામાં આવે છે.
એન્ટીબોડી કોકટેલ’ દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઈઝેશન બચી જાય છે. મતલબ કે આ દવા લેનારા 70 ટકા લોકોએ હોસ્પિટલ નથી જવું પડતું. આ દવા હકીકતે વાયરસને માનવીય કોશિકાઓમાં જતા અટકાવે છે જેથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું. આ રીતે આ દવા વાયરસને રેપ્લિકેટ કરતા અટકાવે છે.