દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણને લઇને તેમજ ફંગસને લઇને નિવેદન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરની રણદિપ ગુલેરિયાએ કહ્યું કે, આપણે કોવિડની પહેલી અને બીજી લહેરમાં જોયું કે, બાળકો ઓછા સંક્રમિત થાય છે. તો હવે એવું કહેવું મુશ્કેલ છે કે, ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે.
એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે કોરોનાની બીજી તથા ત્રીજી લહેરમાં જોયું કે બાળકોમાં ખૂબ જ ઓછું સંક્રમણ જોવા મળ્યું છે. માટે અત્યારે એવું લાગતું નથી કે ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકો સૌથી વધારે સંક્રમિત થશે, પણ પેડિયાટ્રિક્સ એસોસિએશને કહ્યું છે કે તે એક હકીકત પર આધારિત નથી. તેની અસર બાળકો પર ન પડે તે માટે લોકોએ ડરવું જોઈએ નહીં.
ફંગસને લઇને એઈમ્સના ડિરેક્ટરે જણાવ્યું છે કે કોરોનાની જેમ બ્લેક ફંગસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતી બીમારી નથી. માત્ર લો ઇમ્યુનિટી ધરાવાતાં લોકો જ બ્લેક ફંગસ, કેડિડા અને એસ્પોરોજેનસ સંક્રમણથી સંક્રમિત થાય છે. આ ફંગસ મુખ્ય રીતે આંખ, નાકની આપપાસ જોવા મળે છે અને તેનું સંક્રમણ બ્રેઇન સુધી પહોંચી શકે છે. કેટલાક કેસમાં તો ફેફસા પણ સંક્રમિત થઇ શકે છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, કોવિડમાં ક્રોનિક ફેટિગ સિડ્રોમ જોઇ શકાય છે. જેમાં સિફોમેટિક ઇલાજની આવશ્યકતા રહે છે. સોશિયલ મીડિયામાં બ્રેઇન ફોગ નામે જાણીતું એક બીજું લક્ષણ છે. જેને કોવિડમાં જોવા મળે છે. જેમાં ડિપ્રેશન અને અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. તેમણે કહ્યું કે, કોવિડ બાદ કેટલાક લક્ષણો જાવો મળે છે. જે 12 સપ્તાહ સુધી જોવા મળે છે. જેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.