Tuesday, December 24, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકેલીફોર્નિયાના જંગલોમાં વિકરાળ આગ…

કેલીફોર્નિયાના જંગલોમાં વિકરાળ આગ…

હજારો લોકો બેઘર: 86 ચોરસ કિલોમીટરનો એરિયા આગની ઝપટે

- Advertisement -

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગથી ચિંતાનો માહોલ છે.આગનુ જોર એટલુ બધુ છે કે, આસપાસના વિસ્તારોના તાપમાનમાં વધારો થઈ ગયો છે.કેલિફોર્નિયાના ડેથ વેલી નેશનલ પાર્કમાં આગના કારણે 54 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

- Advertisement -

કેલીફોર્નિયાના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં પહેલા પણ આગલ લાગી ચુકેલી છે.આ વખતે આગના કારણે હજારો લોકો ઘર છોડવા માટે મંજબૂર બન્યા છે.અહીંયા આગના ધૂમાડા હજારો ફૂટ ઉંચાઈ પર પહોંચ્યા છે.ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ બૂઝાવવામાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે.કેટલીક જગ્યાએ આગની જ્વાળાઓ 100 ફૂટ ઉંચાઈ સુધી દેખાઈ રહી છે.

આગ બૂઝાવવા માટે વિમાનોમાંથી પાણી નાંખવાનો ઉપાય પણ કામ લાગી રહ્યો નથી.કારણકે હવા એટલી શુષ્ક છે કે, વિમાનમાંથી નાંખવામાં આવતુ પાણી જમીન પર પડે તે પહેલા વરાળ બનીને ઉડી જાય છે.લગભગ 1200 લોકો આ આફત સામે કામે લાગ્યા છે.આગે 86 સ્કવેર કિલોમીટરનો વિસ્તાર કવર કરી લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular