Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં પતિ સાથે બોલાચાલી બાદ પત્નીની આત્મહત્યા

ખંભાળિયામાં પતિ સાથે બોલાચાલી બાદ પત્નીની આત્મહત્યા

બિહારમાં વતન જવા માટે પતિ સાથે ઝડઘો : રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

- Advertisement -

ખંભાળિયા શહેરમાં રહેતી અને મૂળ બિહારની એક નવપરિણીત યુવતીએ ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા બનાવો પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં ભરવાડ પાડો વિસ્તારમાં રહેતી અને મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના હુગલી જિલ્લાના રહીશ પીન્ટુ મોહિન ઉર્ફે મોયુદ્દીન શેખની પત્નિ રસિદાબેન (ઉ.વ. 20) ને તાજેતરમાં તેણીના પતિ સાથે પોતાના વતન બિહાર જવા માટે ઝઘડો થયો હતો.

આ બાબતે તેણીને મનમાં લાગી આવતા ગુરુવારે રાત્રે તેણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ મૃતકના પતિ પીન્ટુ મોહીન શેખએ અહીંની પોલીસને કરતા ડીવાયએસપીના વડપણ હેઠળ અહીંના પી.એસ.આઈ. નોયડાએ આગળની તપાસ હાથ ધરી છે. મૃતક પરણીતાનો લગ્નગાળો આઠ માસનો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular