જામનગરમાં પત્નીએ દારૂ પીવાના પૈસા ન આપતાં પતિએ ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી હતી. આ અંગેની જાણના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના ગોકુલનગર સાયોના શેરીમાં રહેતો અને મજૂરીકામ કરતાં રાજેશ્ર્વકુમાર હરિકિશન ચૌધરી (ઉ.વ.22) નામના યુવાનને દારૂ પીવાની કુટેવ હતી અને શુક્રવારે સાંજે નશો કરેલી હાલતમાં તેની પત્ની પાસે દારૂના પૈસા માંગતા પત્ની સંજૂબેને દારૂના પૈસા આપવાની ના પાડી હતી. જેથી રાજેશ્ર્વરકુમારે તેના રૂમની છતમાં રહેલાં પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી હતી. આ અંગેની મૃતકની પત્ની સંજૂબેન દ્વારા જાણ કરતાં હેકો.એસ.એચ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતીનો ગળેફાંસો ખાઇ આત્મહત્યા
નશો કરેલી હાલતમાં દારૂના પૈસા પત્નીએ ન આપતાં પતીએ જીંદગી ટૂંકાવી: પોલીસ દ્વારા કાર્યવાહી