જામનગરમાં દરેડ GIDC ફેસ 3 પ્લોટ નં ૩૩૮૯માં મહિલાને તેણીના પતિ એ બહાર જવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતાં લોખંડ ના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરતા નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં દરેડ GIDC ફેસ 3 પ્લોટ નં ૩૩૮૯માં શ્રી ગીતા ઇન્ડસ્ટ્રીઝમાં સરોજબેન જીતેન્દ્રભાઈ જાટવ નામની મહિલાએ તેણીના પતિ એ બહાર જવાની ના પાડી અને ઓરડીએ રહેવાનું કહેતા તેને મનમાં લાગી આવતાં શનિવારે રાત્રીનાના સમયે સરોજબેને લોખંડ ના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે જીતેન્દ્રભાઈ જાટવ દ્વારા પોલીસને જાણ કરાતા પંચ બી ડીવીઝનના એ.એસ.આઈ. એમ.એલ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.