Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપતિ સાથેની માથાકૂટનો ખાર રાખી પત્ની ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

પતિ સાથેની માથાકૂટનો ખાર રાખી પત્ની ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

જામનગર શહેરમાં રાજ સોસાયટી વિસ્તારમાં રહેતાં મહિલાના પતિ સાથે થયેલી માથાકૂટના મનદુ:ખનો ખાર રાખી ત્રણ શખ્સોએ મહિલા સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી લાતો મારી ધમકી આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં રાજ સોસાયટીમાં રહેતાં મહેજબીન સદામભાઈ તાયાણી નામની મહિલા શુક્રવારે રાત્રિના સમયે તેના પતિને શોધવા માટે ગઈ હતી તે દરમિયાન આદમ વિછી, મામદ ઉર્ફે માનબાપુ અને બોદુ નામના ત્રણ શખ્સોએ મહિલાના પતિ સાથે થયેલી અગાઉની માથાકૂટના મનદુ:ખનો ખાર રાખી મહિલા સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. તેમજ ઝપાઝપી કરી પેટમાં લાત મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular