મહારાષ્ટ્ર સરકારે RTPCR ટેસ્ટ માટે ડ્રાય સ્વોબ ટેકનોલોજી અપનાવી છે અને તેના પરિણામે કોરોના રીપોર્ટ ફક્ત ચાર જ કલાકમાં આવશે. ગુજરાતમાં આ નવી પદ્ધતિ મુજબ RTPCR ટેસ્ટ કેમ અમલમાં ન મૂકી શકાય ? કોરોનાના ટેસ્ટ કરાવ્યા પછી તેનો રીપોર્ટ આવતાં લગભગ 12 કલાક લાગે છે જ્યારે નવી પદ્ધતિ હેઠળ ફક્ત 4 કલાકમાં જ તેનો રીપોર્ટ આવી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે, એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી દરરોજ કોરોના ટેસ્ટિંગની સંખ્યા 1,20,000થી વધારીને 2,50,000 કરી દીધી છે. ICMRની મંજૂરીને આધીન રહીને મહારાષ્ટ્રની તમામ લેબોરેટરીમાં ડ્રાય સ્વોબ ટેકનલોજી અમલમાં મૂકાશે. આમ, RTPCR ટેસ્ટનો રીપોર્ટ 4 કલાકમાં આવી જાય અને રીપોર્ટ પોઝિટિવ હોય તો દર્દીને તત્કાળ અને ઝડપથી સારવાર પૂરી પાડી શકાય છે.
કોરોનાના ટેસ્ટ માટેની આ નવી પદ્ધતિ નાક અને ગળામાંથી સ્વોબ લઈને સીધા જ ડ્રાય સ્વોબ સ્વરૂપમાં લઈને તેનો ટેસ્ટ કરી શકાશે અને તેનો રીપોર્ટ ફક્ત 4 કલાકમાં જ આવી શકે છે. આ નાક અને ગળામાંથી સ્વોબ લઈને તેના સેમ્પલ પ્રવાહી વાયરલ ટ્રાન્સપોર્ટ મિડિયમમાં ટ્રાન્સપોર્ટ કરીને પછી ટેસ્ટ કરવાની પરંપરાગત પદ્ધતિની સરખામણીએ નવી પદ્ધિત ઓછી ખર્ચાળ છે.