ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ની બબીતા એટલે કે મુનમુન દત્તાની મુશ્કેલીઓ વધી શકે છે. દેશભરના લોકો બબીતાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. ટ્વીટર પર પણ #ArrestMunmunDutta ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વિવાદ મુનમુને અપલોડ કરેલા એક વિડીઓના લીધે સર્જાયો છે. આ વિડીઓમાં તેણી એક જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દો બોલી રહી છે.
મુનમુનની ધરપકડની માંગ ઉઠતા તેણીએ સોશિયલ મીડિયા પરથી આ વિડીઓ ડીલીટ કરી દીધો છે. અને લોકો સમક્ષ માફી પણ માંગી છે. લોકોએ રોષ વ્યક્ત કર્યા બાદ તેણીએ એક પોસ્ટ અપલોડ કરી છે તેમાં લખ્યું છે કે, “આ પોસ્ટ એક વિડીઓના સંદર્ભમાં છે જે મે ગઈકાલે અપલોડ કર્યો હતો. જ્યાં મારા દ્રારા ઉપયોગમાં લેવામાં આવેલ એક શબ્દનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કોઈને ડરાવવા કે અપમાનિત કરવા માટે કહેવામાં આવ્યું ન હતું. તેણીને એક શબ્દના અર્થ વિષે ખોટી માહિતી મળી હતી. પરંતુ બાદમાં તેણીને સાચો અર્થ ખબર પડતા આ વિડીઓ માંથી વિવાદિત શબ્દ દુર કરી દીધો હતો. આગળ તેણીએ લખ્યું છે હું દરેક જ્ઞાતિ અને સમુદાય તેમજ વ્યક્તિનું સન્માન કરું છું. અને આપણા દેશમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું.”
મુનમૂને એક મેકઅપનો વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મુનમુને કહ્યું છે કે તેણે મસ્કરા, લીપ્સ્ટીક અને બ્લશ લગાડ્યા છે. કારણ કે તે યુ ટ્યુબ પર આવી રહી છે અને તે સારું દેખાવા માંગે છે. આ પછી, એક જાતિનું નામ લીધા પછી કહ્યું કે તે તેમના જેવું દેખાવા માંગતી નથી. આ અંગે વિવાદ થયો હતો. ટ્વિટર પર #ArrestMunmunDutt ના હેશટેગ્સ ટ્રેંડ કરવાનું શરૂ કર્યું.. પણ તેણે એક આખી જાતિની મજાક ઉડાવી. તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.