આવતીકાલ તારીખ ર4મીના રોજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરના જિલ્લા પંચાયત હસ્તકની તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોની પરીક્ષા લેવામાં આવનાર છે. આ કસોટી આપવા સામે અગાઉ રાજ્યભરમાંથી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનો ઉગ્ર વિરોધ ઉઠ્યા બાદ હાલમાં સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ રાજ્યની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર થયા છે. બીજી તરફ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા સામે શૈક્ષિક મહાસંઘ વિરોધ કરી રહ્યું છે. જે વિરોધ અસ્થાને હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.
નોંધનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની સજ્જતા ચકાસવા ર4મીએ કસોટી લેવાની છે. જેનો શિક્ષકોમાંથી વિરોધ થયો હતો.આ વિરોધ કાગનો વાઘ ગણાવાઈ રહ્યો છે. શિક્ષણના પંડિતોના તર્ક અનુસાર શિક્ષકોને સજ્જતાની ક્સોટી આપવા અને તાલીમ લેવા સામે વિરોધ હોવો જોઈએ નહીં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ પ્રકારના સર્વક્ષણ અને શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતાનો ઉલ્લેખ છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા યોજાઈ રહેલું આ સર્વેક્ષણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલાનું છે. જો શિક્ષકો સજ્જ હશે તો તેનું સારું પરિણામ વિદ્યાર્થીઓનાં ધડતર પર થશે અને શિક્ષકોમાં કોઈ બાબત ખૂટતી હોવાનું આ સવક્ષણમાંથી સામે આવશે તો તેમને તાલીમ આપીને સજ્જ કરવામાં આવશે.
જાગૃત નાગરિકો અને શિક્ષણવિદદોના મતે શિક્ષણ ક્ષેત્ર સતત પરિવર્તનશીલ રહે છે. નવા કોર્સ, નવી પદ્ધતિ અને સમય મુજબના ફેરફારો આ ક્ષેત્રમાં સૌથી વધુ થવા જોઈએ અને એ પરિવર્તન મુજબ શિક્ષકોએ પોતાની જાતને, જ્ઞાનને સતત અપગ્રેડ કરવું જોઈએ. તો આપણે રાષ્ટ્ર અને વૈશ્વિક ક્ક્ષાએ ટક્કર લઈ શકે એવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી જ તેયાર કરી શકીશું. સર્વેક્ષણ કસોટી મુજબ શિક્ષકોને લાભ કે અલાભની સરકારની નીતિઓનો શિક્ષકોએ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ તેવો એક મત પ્રવર્તે છે.
બીજી બાજું રાજ્યના શૈક્ષિક મહાસંધ અને તેમના ટેકામાં ઉતરેલા કેટલાક પ્રાથમિક શિક્ષકો દલીલ કરે છે કે આવી સજ્જતા ક્સોટી માત્ર અને માત્ર શિક્ષકોની જ શા માટે ? રાજ્યમાં અન્ય અનેક સરકારી વિભાગ છે, એમના કર્મચારીઓની સજ્જતા કસોટી શા માટે લેવાતી નથી ? વધુમાં આ કસોટીના આધારે ભવિષ્યમાં પગાર, ભથ્થાં, પ્રમોશન, ઈજાકાનું મુલ્યાંકન થાય તો શું ? અલબત્ત, હાલનાં સ્તરે સરકારી અધિકારીઓ સાથેની વાતચીત અને શિક્ષણ વિભાગ દ્વારા થયેલા પરિપત્ર મુજબ શિક્ષકોની સેવાકીય બાબતોને આ સર્વેક્ષણ અને તેનાં પરિણામ સાથે કંઈ લેવાદેવા નથી પરંતુ કોઈ કારણોસર શિક્ષકો કસોટી આપવા સામે અવઢવમાં છે. ત્યારે રાજ્યના કેટલાક ધારાસભ્યોએ પણ શિક્ષકોના સમર્થનમાં ખૂલ્લેઆમ ઉતરી આ સર્વેક્ષણ કસોટી નહીં લેવાનો મત દર્શાવતી રજુઆત સરકારને કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ક સંઘ અને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ માગ હતી કે આ સર્વેક્ષણને ફરજિયાત ન રખતા મરજિયાત કરવું અને સવેક્ષણ 11 ઓગસ્ટને બદલે 24 ઓગસ્ટે યોજવું. આ બંન્ને માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી છે. જેથી અગાઉ વિરોધ કરતા સંગઠનો પણ આ સર્વેક્ષણમાં જોડાવા અપીલ કરવા લાગ્યા હતા પરંતુ બાદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ વિરોધ શરૂ કર્યા.