ઠંડીની મૌસમ શરૂ થતા રાજયના અનેક વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. પરંતુ એક સાથે વધુ પ્રકારના પક્ષીઓ અને મોટી સંખ્યામાં પક્ષીઓ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં જોવા મળે છે. જામનગર શહેરથી આશરે 12 કિમી દૂર આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણમાં દેશ-વિદેશથી પક્ષીઓ શિયાળામાં અંહી મહેમાન થાય છે.જેને જોવા માટે પક્ષીપ્રેમીઓ દુર-દુરથી અંહી દોડે આવે છે. શિયાળામાં રાજયના અનેક વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. પરંતુ એક સાથે વધુ પ્રકારના પક્ષીઓ અને મોટી સંખ્યામાં પક્ષીઓ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં જોવા મળે છે. વિદેશી પક્ષીઓ શિયાળામાં અંહી મહેમાન થાય છે.
શિયાળાની ઋતુ શરૂ થતા જ યુરોપ, સાયબેરીયા, ઈરાન અને અફઘાનિસ્તાન સહીતના દેશોમાંથી હજારો પક્ષીઓ લાંબી ઉડાન ભરી ખીજડીયામાં આવી પહોંચે છે. અહીં પક્ષીઓને અનુકુળ વાતાવરણ અને પ્રતિકુળતાઓ મળી રહે છે. તેમજ ખોરાક, પાણી અને સુરક્ષા ઉપલબ્ધ હોય છે. એક બાજુ દરિયાના ખારા પાણીના ક્યારા છે, જ્યારે બીજી બાજુ વરસાદી તળાવો અને ખેતી વિસ્તાર છે. આ વિવિધ પરિસ્થિતિ પક્ષીઓને વિવિધ પ્રકારનો ખોરાક પૂરો પાડે છે . કેટલાક જંતુઓ ખાય છે, કેટલાક માછલીઓ, તો કેટલાક તળાવના છોડના બીજ ખાય છે. આ કારણસર વિવિધ જાતના પક્ષીઓ અહીં એકસાથે વસે છે. અન્યત્ર જ્યાં માત્ર એક પ્રકારનું પાણી કે વાતાવરણ હોય છે ત્યાં પક્ષીઓની સંખ્યા મર્યાદિત રહે છે, જ્યારે ખીજડીયામાં વિવિધતા હોવાના કારણે હજારો પક્ષીઓ એક સાથે વસવાટ કરે છે. સાયબેરીયા અને યુરોપમાંથી ઠંડીથી બચવા વિદેશી યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બને છે. અલગ-અલગ પ્રકારના પક્ષીઓ અલગ-અલગ સ્થળે જોવા મળે છે. પરંતુ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે. આશરે 15 હજારથી વધુ પક્ષીઓની સંખ્યા જોવા મળે છે. અનેક વિવિધ પ્રકાર પક્ષીઓ અંહી એકલ-દોકલ કે ઝુંડમાં જોવા મળે છે.
જામનગરના રાજવીની ભેટ ખીજડીયા પક્ષીનગર
જામનગરના રાજવી જામ રણજીતસિંહજીની અંતર્વિચારશક્તિ અને પ્રજાભક્તિથી ખીજડીયા વિસ્તારનો રૂપાંતર શક્ય બની. તેમણે ત્યાંની જમીન પ્રસન્નતાના તથા ખેડૂતોને રોજગાર આપવાના ઉદ્દેશથી પાળાઓ અને ચેકડેમ બનાવવાના હતા. દરિયાની ખારાશને જમીનમાં વધુ ફેલાવાથી રોકવું અને વરસાદી પાણીનું સંચય કરવાનું હેતુથી ક્યારા બનાવ્યા હતા. જામ રણજીતસિંહજીએ ખીજડીયામાં મીઠા અને ખારા બંને પ્રકારના ક્યારા તૈયાર કરાવ્યા, એકબાજુ ખેતી માટે મીઠા પાણીના તળાવો અને બીજી બાજુ મીઠાના ઉત્પાદન માટે ખારા પાણીના ક્યારા એક સ્થળે જોવા મળે છે. આ જળવ્યવસ્થાઓ અને જમીનસંબંધિત તૈયારીઓની કુદરતી પરિણામ તરીકે વિવિધ જળજીવ અને પક્ષીઓ અહીં આવી રહેવા લાગ્યા. મીઠા-ખારા પાણીના મળકાપથી બનાવેલી નમ-મીઠી નૈસર્ગિક પરિસ્થિતિએ પક્ષીઓ માટે અનુકૂળ નિવાસ અને ખોરાકના સ્ત્રોત પૂરા પાડ્યા. ધીરે ધીરે ખીજડીયા વિસ્તાર ‘પક્ષીઓનું નગર’ બનવાનું શરૂ થયું.
ગોઠવાયેલા ક્યારાઓ અને તળાવો હજારો પક્ષીઓ માટે આકર્ષણનુ કારણ બન્યા.
ખીજડીયા હવે માત્ર જમીનની રચના નહીં પરંતુ પર્યાવરણીય સંરક્ષણનું ઉદાહરણ બની ગયો છે. રાજાની ભેટ અને લોકહિત માટેની યોજનાઓની કમાણી આ સિસ્ટમને સ્થિર રાખવામાં અને પ્રાકૃતિક ચાલને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. આ રીતે જામ રણજીતસિંહજીનાં પ્રેરણાદાયક પગલાંથી ચેકડેમ, ક્યારા અને જમીનભેટ માત્ર ઇતિહાસ નથી; તેઓ એક દૂરસ્થ દ્રષ્ટિ અને પ્રકૃતિ સાથે માનવ સહજીવનનો ઉદારણ બન્યુ છે.
ખીજડીયાનો ભૂગોળ અને વિશિષ્ટ પરિસ્થિતિ
ખીજડીયા વિસ્તાર દરિયાકિનારા અને જમીનના સંગમ સ્થાને આવેલ છે. અહીં ખારાપાણી અને મીઠાપાણીનું સંમિશ્રણ પક્ષીઓ માટે અનુકુળ વાતાવરણ બનાવે છે. ભોગોલીક રીતે તે વિદેશી પક્ષીઓના માઈગ્રેટરી રૂટમાં આવે છે. તેથી અંહી આવતા હોય છે. સાથે પક્ષીઓને અનુકુળ વાતાવરણ અંહી છે. સાથે ખીજડીયામાં એક તરફ દરીયાના ખારા પાણીના ક્યારા તો બીજી તરફ વરસાદી પાણીના ક્યારા આવેલા છે.
દરિયાકાંઠાની નજીક હોવાથી હવાના ભેજ, નરમ માટી અને ચેર જેવા વૃક્ષો પાણીની સપાટીને સંતુલિત રાખે છે. આ પરિસ્થિતિ ન માત્ર પક્ષીઓ માટે પરંતુ અન્ય જીવજાતો માટે પણ અનુકૂળ છે. જેમાં કાદાવ કિચડ વારી જગ્યા, આસપાસ ખેતર, મીઠાના ક્યારા, મીઠાપાણીના ક્યારા,ચેરના વૃક્ષો, અન્ય જંગલ જેવો વિસ્તાર સહીતના અલગ-અલગ સ્થળ આવેલ છે. કુલ 6 ચો.કિ.મીના એરીયામાં આવેલા પક્ષી અભયારણમાં પક્ષીઓને વાતાવરણ સાથે રક્ષણ મળતુ હોવાથી પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પક્ષી રહેવા માટે પાણી, વૃક્ષ, જમીન, ખેતર સહીતની અનુકુળતાઓ મળે છે. સાથે ખોરાક અને પાણી પણ પુરતા પ્રમાણમાં મળી રહે છે. તેમજ લોકોની અવર-જવર ના હોવાથી અંહી પક્ષીઓ સુરક્ષિત અનુભવે છે. અલગ-અલગ પ્રકાર પક્ષીઓને અનુકુળ ખોરાક મળી રહે છે. ખાડી વિસ્તારમાં લોકોની અવર-જવર ઓછી હોય છે. તેથી પક્ષીઓ માટે અંહી તમામ અનુકુળતા હોવાથી અંહી રહેવાનુ પસંદ કરે છે.
દેશ-વિદેશના પક્ષીઓ ખીજડીયાના મહેમાન
અંહી દેશ- વિદેશના પક્ષીઓ આવે છે. જેમાં ઈરાન, અફઘાનિસ્થાન, સારબેરીયા, યુરોપ સહીત અન્ય પ્રદેશમાં પણ આવે છે. અંહી ફલેમીંગો, પેલીંકન, કુંજ, બ્લેકનેક સ્ટ્રોક, સ્પોનબીલ ડ્રક, ઈગલ, પેન્ટેક સ્ટોક સહીત અનેક પક્ષીઓ ખીજડીયાની ઓળખ બન્યા છે. અંહી પક્ષી દર્શન માટે વોચટાવર, ટ્રેક,પુલ,બેઠક વ્યવસ્થા સહીતની સવલતો છે. તેથી પક્ષી પ્રેમીઓ,પ્રવાસી પક્ષી વિશે અભ્યાસ કરતા લોકો અંહીની મુલાકાત જરૂર લે છે. તો અનેક પક્ષીપ્રેમીઓ પક્ષીના ફોટા માટે દિવસભર અંહી ભ્રમણ કરે છે.
પ્રવાસન દ્રષ્ટિએ ખીજડીયા – કુદરતપ્રેમીઓનું આકર્ષણ કેન્દ્ર
ખીજડીયા હવે પક્ષીપ્રેમી પ્રવાસીઓ માટે ગુજરાતનું મહત્વનું આકર્ષણ બની ગયું છે. અહીં વોચ ટાવર, વોકવે, પક્ષીદર્શન માટે બેચો, માર્ગદર્શક અને માહિતી કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. શિયાળામાં ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન અહીં પક્ષીપ્રેમીઓની ભીડ રહે છે. ફોટોગ્રાફરો માટે આ સમય “ગોલ્ડન સિઝન” ગણાય છે કારણ કે આ સમયે અનેક રંગીન અને વિદેશી પક્ષીઓ દેખાય છે. કૃદરતી વાતાવરણ, ખોરાક અને પાણી મળતા દેશ-વિદેશના પક્ષીઓ અંહીના મહેમાન બને છે. તો આવા વિદેશી મહેમાનોને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસી અંહી આકર્ષાય છે. હાલ રજાના દિવાસોમાં લોકો પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે. તો નેચરલવર અને પક્ષી પ્રેમીઓ ખીજડીયા આવવાનુ પસંદ કરતા હોય છે..અને શાંત વાતાવરણમાં કૃદરતી સૌદર્ય સાથે પક્ષીઓના કલરવને માણે છે..અને સાથે યાદોને કાયમ સાચવી રાખવા કેમેરામાં અંહીના નજરાને કેમેરામાં કેદ કરે છે.
વનવિભાગની કામગીરી અને રક્ષણના પ્રયાસો
ખીજડીયા પક્ષી અભ્યારણને 1982માં અધિકૃત રીતે અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારથી વનવિભાગ સતત અહીં પક્ષીઓના રક્ષણ અને સંવર્ધન માટે કામગીરી કરે છે. નાળાઓ અને તળાવોની સાફસફાઈ, પાણીનું સંતુલન જાળવવું, ઈકો-ટુરિઝમની વ્યવસ્થા, પક્ષી ગણતરી, અને સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી નિયમિત રીતે થાય છે. સાથે જ સ્થાનિક લોકોની સહભાગીતા અને વનવિભાગના સતત પ્રયાસો છે. ગામના લોકો પક્ષીઓની સુરક્ષા માટે સહયોગ આપે છે, શિકારને રોકવામાં મદદ કરે છે અને પ્રવાસીઓને માર્ગદર્શન આપે છે. વનવિભાગ અને ગ્રામજન વચ્ચેના આ સહયોગથી ખીજડીયા અભ્યારણનું મહત્વ જળવાઈ રહ્યું છે. વનવિભાગના પ્રયાસોથી છેલ્લા કેટલાંક વર્ષોમાં પક્ષીઓની સંખ્યામાં સતત વધારો થયો છે.


