Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયકોરોના કેમ વકર્યો? કારણો જાણવા, સૂચનાઓ આપવા, પીએમ એ બેઠક બોલાવી

કોરોના કેમ વકર્યો? કારણો જાણવા, સૂચનાઓ આપવા, પીએમ એ બેઠક બોલાવી

- Advertisement -

દેશમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે યુકે સ્ટે્રનના 127 કેસ મળ્યા છે. જયારે 6 સાઉથ આફિક્રા સ્ટ્રેન અને 1 દર્દી બ્રાઝિલ સ્ટ્રેનનો મળ્યો છે. દરમિયાનમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાને પગલે ઔરંગાબાદમાં 8મી માર્ચ સુધી રાત્રી કફર્યૂની જાહેરાત થઇ કરાઇ છે. પંજાબમાં પણ જાહેર સમારંભમાં ભેગા થનાર લોકોની મર્યાદા 200થી ઘટાડી 100ની કરાઇ છે. દરમિયાન વધતાં કેસને ધ્યનમાં લઇ મંગળવારે 10,584 નવા કેસ મેળવવાની હતી. દેશમાં મંગળવારે 10,584 નવા કેસ મળવાની સાથે કુલ દર્દીની સંખ્યા 1,10,16,434ની થઇ છે. જયારે સાજા થનારાની સંખ્યા 1.07 કરોડ પર પહોંચી છે. મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક સીમિત રહેવા પામ્યો છે. 78 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1,56,463 પર પહોંચ્યો છે.દરમિયાનમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં 1.7 કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.

- Advertisement -

ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસમાં ઉત્તરોતર વધારો થતો જાય છે. મંગળવારે 348 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,67,767ની થઇ છે. ફરી નવા કેસનો આંકડો 400ની નજીક સરકી રહ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે છેલ્લા 24 દરમિયાન એક પણ મોત નોંધાયું નથી. કુલ મોતની સંખ્યા 4,406 પર સ્થિર છે. સક્રિય કેસની સંખ્યા 1786 છે. જયારે 294 લોકો સાજા થતાં કુલ સાજા થનારની સંખ્યા 2,61,565 પર પહોંચી છે. રાજયના મોટા શહેરો-અમદાવાદમાં 69, વડોદરામાં 67, સુરતમાં 61 અને રાજકોટમાં 44 નવા કેસ નોંધાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular