જાવેદ જાફરીનો પુત્ર મીઝાન જાફરી પ્રતિભા હોવા છતાં હજુ સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે આજે રિલીઝ થયેલી ફિલ્મ દે દે પ્યાર દે – 2 તેને સફળતા અપાવશે ? આ ફિલ્મથી કોના નસીબ ચમકશે ? શું મળશે આ ફિલ્મને પ્રતિસાદ ચાલો જાણીએ.
2019માં દે દે પ્યાર દે ફિલ્મ રિલીઝ થઇ અને છ વર્ષ પછી દિગ્દર્શક અંશુલ શર્મા લગ્નની સીઝનમાં એક મજાની સીકવલ લઇને પાછા ફર્યા છે. કલાકારોની વાત કરીએ તો અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ, આર. માધવન, જાવેદ જાફરી, મીઝાન જાફરી, ગૌતમી કપુર જેવા કલાકારો આ ફિલ્મમાં છે. જ્યારે 146 મિનિટ જેટલા સમયની આ ફિલ્મ છે. સ્ટોરી પર વાત કરીએ તો પહેલા ભાગમાં આપણે જોઇ ગયા કે આધેડ વયના વ્યક્તિએ છૂટાછેડા લઇને નાની ઉમરની આયેશાના પ્રેમમાં પડે છે. જ્યારે આ ફિલ્મમાં આયેશા આશિષને તેના માતા-પિતાને મળવા ઘરે લઇ જાય છે. ત્યારે ઉમરનો તફાવત સ્પષ્ટ થઇ જાય છે અને પછી ફિલ્મની સ્ટોરી આગળ વધે છે. એક દીકરી માટે પોતાને ચિંતા આ ફિલ્મમાં સ્પષ્ટ દેખાય છે. આ ત્રિકોણમાં ત્રીજા ખુણા તરીકે મીઝાન જાફરીની હાજરી રમૂજનો વધારાનો ડોઝ પૂરો પાડે છે.
બોલીવુડમાં સગાવાદ વિશે ઘણી ચર્ચા છે. દરેક વ્યક્તિ માને છે કે જો કોઇ સ્ટાર મોટા પડદા પર સફળ થાય છે. તો તેના બાળકો પણ તે સફળતા મેળવશે પરંતુ ક્યાંક તેનાથી વિપરીત પરિણામ પણ જોવા મળ્યું છે. જાવેદ જાફરીના પુત્ર મીઝાન જાફરી તેના ડેબ્યુથી જ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મીઝાને 2019માં ડેબ્યુ કર્યું હતું પરંતુ નિષ્ફળ રહ્યો. લોકો માને છે કે તે રણબીર કપૂર અને રણવીર સિંહ જેવો દેખાય છે. વિચારવા જેવું એ પણ છે કે તેણે પોતાના ફિલ્મની કરીયર સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ સાથે કરી હતી. તેણે પોતાના કરિયરમાં પાંચ ફિલ્મો કરી છે. પરંતુ હજી પણ તે સફળતાની સ્ટ્રગલ કરી રહ્યો છે. લોકો હજી તેને ઓળખતા નથી. આ ફિલ્મનું ગીત 3 શૌકનો ડાન્સ વખાણવા લાયક છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ એક ફેમેલી ફિલ્મ છે. જેમાં કોમેડીનો પંચ આપવામાં આવ્યો છે. તેવામાં જો આ ફિલ્મ સફળ બને તો કોના નસીબ ચમકશે તેવું વિચારીએ તો લાગે છે કે સૌથી વધુ ફાયદો મિઝાન જાફરીને થશે. તેમને પોતાની પહેલી હીટ મળશે.


