કોરોના મહામારીના લીધે મોતનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, હકિકતમાં તસવીર વધુ ખૌફનાક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ શુક્રવારે કહ્યું કે 2020 માં દુનિયાભરમાં COVID-19 થી ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે. આ આંકડો સત્તાવાર મૃત્યુના આંકડા કરતા ડબલ છે.
WHO એ કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી બતાવવામાં આવી છે. WHOએ પોતાના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાના રીપોર્ટમાં કહ્યું છે કે 31 ડીસેમ્બર 2020 સુધીમાં દુનિયાભરમાં 8 કરોડ 20 લાખથી વધુ લોકો કોરોના પોઝીટીવ થયા છે. અને 18 લાખ લોકોના સત્તાવાર રીતે મોત દર્શાવવામાં આવ્યા છે. પરંતુ WHOના પ્રારંભિક અનુમાન પ્રમાણે 30 લાખ લોકોના મૃત્યુ થયા છે. જે સત્તાવાર રીતે આંકડા દર્શાવવામાં આવ્યા છે તેના કરતા બમણા છે. WHOએ કહ્યું છે કે 2020ના લાગવવામાં આવેલ અંદાજના હિસાબથી જોવામાં આવે તો કોવિડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થયેલા મૃત્યુની સંખ્યા ઓછી બતાવવામાં આવી છે. પરંતુ પ્રારંભિક અનુમાનના અનુસાર આ સંખ્યા ખૂબ વધુ છે.
તો બીજી તરફ ડબ્લ્યૂએચઓ પ્રમુખ ટેડ્રોસ અધનોમ એ દુનિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યાં સુધી રસીમાં વૈશ્વિક અસમાનતા બની રહેશે, ત્યાં સુધી કોરોનાથી લોકોના મોત થતા રહેશે. તેમણે કહ્યું કે વેક્સીનેશનની ગતિ વધારવાની સાથે-સાથે એ પણ જરૂરી છે કે તમામ દેશો સુધી વેક્સીન પહોંચે.