Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકૌન બનેગા રાષ્ટ્રપતિ? ચર્ચામાં રહેલા નામો

કૌન બનેગા રાષ્ટ્રપતિ? ચર્ચામાં રહેલા નામો

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ, રાજયપાલ તમિલિસાઇ સુંદરરાજન (તેલંગાણા), જગદીશ મુખી (આસામ), અનુસૂયા ઉઇકે (છત્તીસગઢ), આરીફ મોહમ્મદ ખાન (કેરળ) અને ઝારખંડના ભૂતપૂર્વ રાજયપાલ દ્રૌપદી મુર્મુ

- Advertisement -

આગામી 21મી જૂલાઇએ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જૂલાઇએ પૂરો થઇ રહ્યો છે. ત્યારે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું શેડયુલ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ 18 જૂલાઇએ મતદાન થશે. દરમ્યાન નવા રાષ્ટ્રપતિના નામને લઇને ચર્ચાઓએ જોર પકડયું છે. આમ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાધારી ભાજપનું પલડું ભારે માનવામાં આવે છે. ત્યારે ભાજપ વતી આ પદ માટે હાલના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુ રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે. આ ઉપરાંત રાજયપાલ તમિલિસાઇ સુંદરરાજન (તેલંગાણા), જગદીશ મુખી (આસામ), અનુસૂયા ઉઇકે (છત્તીસગઢ), આરીફ મોહમ્મદ ખાન (કેરળ) અને ઝારખંડના ભૂતપૂર્વ રાજયપાલ દ્રૌપદી મુર્મુના નામની ચર્ચા ચાલી રહી છે. જો કે, ભાજપનો ટ્રેક રેકોર્ડ રહયો છે. બહુ ચર્ચાતું નામ કયારેય જાહેર થતું નથી. તેને બદલે નવું નામ જ આવી પડે છે. આ વખતે પણ ભાજપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇને ફરી એકવાર સરપ્રાઇઝ આપી શકે છે. બીજી તરફ કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગુલામનબી આઝાદનું નામ ચર્ચાઇ રહ્યું છે. જો કોંગ્રેસનો ઉમેદવાર શકય ન બને તો વિપક્ષનો સંયુકત ઉમેદવાર ઉતારવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ ઉ5રાંત રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇને સોશિયલ મીડિયામાં પણ ગરમા-ગરમ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં આ પદ માટે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન ટાટા જેવી સેલિબ્રેટીઓને રાષ્ટ્રપતિ બનાવવાની હિમાયત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular