ગુજરાતમાં પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પોતાના પ્રેમી- પ્રેયસીને ચૂંટણી લડાવવા રાજકિય પક્ષોનું આંતરીક રાજકારણ સાવ નિમ્ન સ્તરે પહોંચ્યુ છે. નાગરીક સમાજજીવનને ડહોળતા ટિકિટ માટે લોબિંગ અને મોબાઈલની ઓડિયો ક્લિપ, ન્યુઝ ચેનલોના કેમરા સમક્ષ થયેલા ,સાવ ઉઘાડા આક્ષેપો વચ્ચે ગાંધીનગરમાં ભાજપની ટિકિટની વહેંચણી વેળાએ દક્ષિણ ગુજરાતથી આવેલા બે યુવા હોદ્દેદારો વચ્ચે જાહેરમાં ચુંબન, આંલિગનથી પ્રેમ ખીલ્યાની ઘટના બહાર આવી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાના એક શહેરના મહિલા મોરચામાં હોદ્દો ધરાવતા મહિલાને જ્યારે ચૂંટણી લડવા ઓફર કરવામાં આવી ત્યારે તેણિએ સામેથી ના પાડી હતી. જો કે, શહેરના યુવાન હોદ્દેદારે તેણિને આલિંગન, ચુંબન કરીને મનાવી હતી. ગાંધીનગરમાં સરકારી બંગલાની બહાર બગીચામાં બંધાયેલા શમિયાણા હેઠળ રવિવારે અશોભનિય દર્શ્યો જોઈને ત્યાં રહેલા કાર્યકરો અને બંગલાનો સેવકગણ સ્તબ્ધ થઈ ઉઠયો છે.
બુધવારે ભાજપે જાહેર કરેલી યાદીમાં દક્ષિણ ગુજરાતની એ નગર પાલિકાના ઉમેદવારોની યાદીમાં આ પ્રેમી યુગલનું નામ જોવા મળ્યુ નથી. આ બંને હોદ્દેદારો પરણિત છે, દક્ષિણ ગુજરાતમાં તેમના શહેરમાં તેમની નવીનવી લવ સ્ટોરી અમદાવાદમાં સુરેન્દ્ર પટેલ અને મુક્તાબહેન વચ્ચેનો વાઈરલ થયેલો સંવાદ, કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ સોનલ પટેલે શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ ચર્ચાને ચગડોળે ચઢી છે.