ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદ પડતા રાજ્યના મોટાભાગના ડેમો ઓવરફલો થઈ ગયા હતાં. જામનગર શહેર-જિલ્લામાં પણ ગત સપ્તાહ પડેલા વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની ગઈ હતી. દરમિયાન છેલ્લાં 24 કલાકમાં લાલપુર તાલુકાના મોટા ખડબામાં વધુ અડધો ઈંચ વરસાદ અને જામજોધપુર તાલુકાના ધુનડા તથા કાલાવડના ખરેડીમાં જોરદાર ઝાપટાં પડયા હતાં.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગત સપ્તાહ ભારેથી અતિભારે વરસાદથી પારાવાર નુકસાન થયું હતું તેમાં પણ ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલત વધુ કફોડી બની ગઈ હતી. છેલ્લાં 24 કલાક દરમિયાન જામાનગર શહેર અને જિલ્લામાં ઝરમરથી લઇને અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં લાલપુર તાલુકાના મોટા ખડબામાં વધુ અડધો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુર તાલુકાના ધુનડા અને કાલાવડ તાલુકાના ખરેડીમાં જોરદાર ઝાપટાં રૂપે અડધો ઈંચ પાણી વરસ્યું હતું તથા જામજોધપુરના ધ્રાફા, પરડવા, સમાણા, શેઠવડાળા, કાલાવડ તાલુકાના ભ.બેરાજા, નવાગામ, ધ્રોલના લતીપુર અને લાલપુરના મોડપરમાં જોરદાર ઝાપટાં પડયાના અહેવાલ છે.
તેમજ જામનગર જિલ્લાના જોડિયામાં જોરદાર ઝાપટું અને જામજોધપુર તથા લાલપુરમાં ઝરમર-ઝરમર છાંટા પડયા હતાં. જામનગર જિલ્લામાં વરસેલા આ વર્ષના વરસાદના આજ સવાર સુધીના આંકડા મુજબ, જામનગર શહેરમાં 533 મિ.મી.(21 ઈંચ), કાલાવડ 1151 મિ.મી.(46 ઈંચ), જામજોધપુર 704 મિ.મી.(28 ઈંચ), જોડિયા 632 મિ.મી.(25 ઈંચ), ધ્રોલ 694 મિ.મી.(28 ઈંચ), લાલપુર 645 મિ.મી.(26 ઈંચ) વરસાદ પડયો છે. જ્યારે પીએચસીના આંકડાઓ મુજબ, મોટા પાંચદેવડા 1350 મિ.મી.(54 ઈંચ), ધ્રાફા 1330 મિ.મી.(53 ઈંચ), નવાગામ 1244 મિ.મી.(49.5 ઈંચ), સમાણા 1236 મિ.મી.(49 ઈંચ), ખરેડી 1190 મિ.મી.(47.5 ઈંચ) તથા જામવંથલીમાં 903 મિ.મી. (36 ઈંચ), શેઠવડાળામાં 880 મિ.મી. (35 ઈંચ), નિકાવામાં 860 મિ.મી. (34 ઈંચ), ભ.બેરાજામાં 855 મિ.મી. (34 ઈંચ), મોટા ખડબા 805 મિ.મી. (32 ઈંચ), મોટા વડાળા 793 મિ.મી. (32 ઈંચ), પરડવા 781 મિ.મી. (31 ઈંચ), ધૂનડા 765 મિ.મી. (30.5 ઈંચ), અલિયાબાડા 747 મિ.મી. (30 ઈંચ), પીપરટોડા 721 મિ.મી. (29 ઈંચ), મોટી બાણુગાર 673 મિ.મી. (27 ઈંચ), પીઠડ 672 મિ.મી. (27 ઈંચ), ધુતારપર 666 મિ.મી. (27 ઈંચ), વાંસજાળિયા 651 મિ.મી. (26 ઈંચ), બાલંભા 630 મિ.મી. (25 ઈંચ), ભણગોર 625 મિ.મી. (25 ઈંચ), લતીપુર 612 મિ.મી. (24.5 ઈંચ), પડાણા 593 મિ.મી. (24 ઈંચ), લૈયારા 574 મિ.મી. (23 ઈંચ), ફલ્લા 571 મિ.મી. (22.5 ઈંચ), જાલિયાદેવાણી 562 મિ.મી. (22 ઈંચ), મોડપર 546 મિ.મી. (21.5 ઈંચ), હડિયાણા 532 મિ.મી. (21 ઈંચ), ડબાસંગ 538 મિ.મી. (21 ઈંચ), વસઇ 479 મિ.મી. (19 ઈંચ), જામવાડી 422 મિ.મી. (17 ઈંચ), દરેડ 325 મિ.મી. (13 ઈંચ), લાખાબાવળ 316 મિ.મી. (12.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.