Thursday, November 21, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસરેગ્યુલર કયા રીપોટર્સ તમારા શરીરની બિમારીઓ જાણવા માટે જરૂરી છે જાણો...

રેગ્યુલર કયા રીપોટર્સ તમારા શરીરની બિમારીઓ જાણવા માટે જરૂરી છે જાણો…

- Advertisement -

શું તમે પણ જાણવા માંગો છો કે કયા એવા ટેસ્ટ રીપોર્ટ છે જે તમારી હેલ્થના બધા રાજ ખોલે છે. તો આટલું જરૂર જાણો કે, એવા કયાં પાંચ ટેસ્ટ છે જે રેગ્યુલર અમુક સમયે કરાવવા જરૂરી છે. નવી મુંબઇના ડૉ. અહમદ હુશેનખાન કહે છે કે, સીબીસી, એલટીએફ, એચએ1સી, એલઆઇપીઆઇડી, પીઆરોએફઆઇએલઇ, ર-ડી, ઇસીએચઓ, આ પાંચ રીપોર્ટ કરાવવા જરૂરી છે.

- Advertisement -

સીબીસી : પહેલો ટેસ્ટ સીબીસી કરાવવો જરૂરી છે. જે તમારા બ્લડ કાઉન્ટનો રીપોર્ટ છે. જેનાથી તમારા શરીરમાં હીમોગ્લોબીનની માત્રા જાણી શકાય છે

એલએફટી : બીજો રીપોર્ટ એલએફટીનો છે જે તમારા લીવરની જાણકારી આપે છે. જેનાથી તમારા લીવરના ફંકશન કઇ રીતે કામ કરે છે. અને વધતું ઓછુ શું છે ?તે બતાવે છે જે લીવરની ફીટનેસ જાણવા માટે જરૂરી છે.

- Advertisement -

એચબીએ1સી-ત્રીજો રીપોર્ટ છે. એચબીએ1સી જેનાથી તમારા બોડીના સુગર લેવા વીશે જાણી શકાય છે. પેશન્ટ ડાયાબિટીક છે કે પ્રિ-ડાયાબિટીક છે તે જાણી શકાય છે. જો ડાયાબિટીક છે તો કેટલું લેવલ છે તે જાણી શકાય છે. જે ત્રણ મહિનાનું એવરેજ જણાવે છે. જો આ રીપોર્ટ ના કરાવીએ તો જાણી નથી શકાતું કે, આપણા બોડીમાં સુગર વધે છે કે ઘટે છે ? કયારે વધે છે ને કયારે ઘટે છે ? જેના મુજબ પેશન્ટની ડાયેટ સેટ કરી શકાય છે.

એલઆઇપીઆઇડી પ્રો ફાઇલ : આ ટેસ્ટ દ્વારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લવાલ જાણી શકાય છે. ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે, લોહી જાડું છે પાતળું તે જાણી શકાય છે. દવામાં કેટલો ફેરફાર કરવો તે જાણવા માટે આ ટેસ્ટ જરૂરી છે.

- Advertisement -

2-ડી ઇસીએચઓ : આ એક પ્રકારનો હાર્ટનો રીપોર્ટ છે. જેનાથી તમારા હદૃય વિશે જાણી શકાય છે. હાર્ટના ફંકશન બરોબર કામ કરે છે કે, કેમ તે જાણવા માટે આ રીપોર્ટ જરૂરી છે.

વર્ષમાં કોણે કેટલી વખત આ રીપોર્ટ કરાવવા જોઇએ ? સામાન્ય રીતે આપણને આ વિચાર સૌ પ્રથમ આવે છે કે, કોણે વર્ષમાં કેટલી વખત આ રીપોર્ટ કરાવવા જોઇએ.

જો તમારી ઉંમર 30 થી પ0ની વચ્ચે છે. જો તમારે વર્ષમાં એક વખત આ રીપોર્ટ કરાવવા જોઇએ.
જો તમારી ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે. તો તમારે છ મહિને એક વખત એટલે કે, વર્ષમાં બે વખત રીપોર્ટ કરાવવો જોઇએ.

સીબીસી, એલએફટી, એચ6એ1અ અને એલઆઇપીઆઇડી પ્રોફાઇલ એક પ્રકારના બ્લડ ટેસ્ટ છે. જે સરળતાથી થઇ જાય છે. જયારે 2-ડી ઇસીએચઓ એ એક પ્રકારની હાર્ટની સોનોગ્રાફી છે.

આ દરેક ટેસ્ટ વ્યકિતએ રેગ્યુલર કરાવવા જરૂરી છે. જેનો સામાન્ય રીતે ર થી પ હજાર જેટલો ખર્ચ આવી શકે છે. પરંતુ આ દરેક ટેસ્ટ રેગ્યુલર કરાવવાથી આવનારી બિમારીથી તમે બચી શકો છો. અને તમારી હેલ્થ પ્રત્યે જાગૃત રહી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular