IPL 2026માં રીટેન્સન ડેડલાઇન પૂર્વે વિવિધ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓની ટ્રેડ ડીલ પૂર્ણ થઇ છે. જેથી આગામી સીઝનમાં ઘણા સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં જોવા મળશે. જેમાં મહત્વની ટ્રેડ ડીલમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે જે આગામી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી રમતો જોવા મળશે. જ્યારે સંજુ સેમસન જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સમાં રમતો જોવા મળશે. આ અંગે ફ્રેન્ચાઇઝી દ્વારા તેના સોશ્યલ મીડીયા પ્લેટફોમ ઉપર જાહેરાત કરાઇ છે.
TATA IPL 2026ની રિટેન્શન ડેડલાઇન પહેલા, ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ બની છે. આ ટ્રેડથી ઘણાં સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં રમતા જોવા મળશે. રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન, સાદુર ઠાકુર સહિતના ખેલાડીઓ ટ્રેડ થઇ અન્ય ટીમમાં ગયા છે. ચાલો જોઈએ કે કયા ખેલાડી કઈ ટીમમાં ગયા.



