ભારતીય જનતા પાર્ટીના દિલ્હી રાજ્ય ઉપાધ્યક્ષ રહી ચૂકેલા જી.એસ. બાવાએ આત્મહત્યા કરી હોવાની જાણકારી મળી રહી છે.સુભાષ નગરના તળાવ પાર્કમાં જાળીમાંથી લટકીને તેણે પોતાનો જીવ આપ્યો હતો. જી.એસ. બાવા પશ્ચિમ દિલ્હીના ફતેહ નગરમાં રહેતા હતા. તેમની ઉંમર 58 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. જ્યારે પાર્કમાં ફરવા ગયેલા લોકોએ લટકતી લાશ જોઇને પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક લાશને કબજે કરી હતી. પોલીસે ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ કેસની તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ દિલ્હી ભાજપના નેતા જી.એસ. બાવા તરીકે થઈ હતી. પોલીસને સ્થળ પરથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.
જીએસ બાવાએ પશ્ચિમ દિલ્હીથી ભાજપ પક્ષની અંદર પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સાદા અને મિલનસાર સ્વભાવના જી.એસ.બાવા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જી.એસ. બાવાએ આત્મહત્યા કેમ કરી તેની કોઈને જાણકારી નથી.
જી.એ. બાવાના અવસાન પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. જી.એસ. બાવાના આત્મહત્યા પગલાથી પરિવારના સભ્યો સહિત અન્ય લોકો ચોંકી ઉઠ્યા છે. જી.એસ.બાવાના અવસાન પર પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.