ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીના રિપોર્ટમાં ઘણી રસપ્રદ માહિતી સામે આવી છે. સ્વિગીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2021માં જે નાસ્તો ભારતીયોને સૌથી વધુ પસંદ છે. તે ખિતાબ સમોસાને જાય છે.
વર્ષ 2021માં દેશમાં 50 લાખથી વધુ સમોસાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડરનો આંકડો ન્યૂઝીલેન્ડની વસ્તી જેટલો છે. રસપ્રદ વાત એ છે કે, દેશી સમોસા ચિકન વિંગ્સ કરતાં 6 ગણા વધુ ઓર્ડર કરવામાં આવ્યા હતા. જો આપણે ભારતના ફેવરિટ સ્નેક્સની યાદીમાં બીજા નંબરની ખાણીપીણીની વાત કરીએ તો તે છે પાવભાજી. પાવભાજી 21 લાખ ઓર્ડર સાથે બીજા નંબર પર છે.
દેશની ફેવરિટ ડેઝર્ટ કે મીઠાઈની વાત કરીએ તો ગુલાબજામુન સૌથી ઉપર છે. સ્વિગીના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે આખા વર્ષમાં 21 લાખ લોકોએ ગુલાબ જામુનનો ઓર્ડર આપ્યો છે. લોકોની પસંદગીમાં રસમલાઈ બીજા ક્રમે છે, જેના માટે 12 લાખથી વધુ લોકોએ ઓર્ડર આપ્યો છે.
આ માહિતી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીના ડેટામાં આપવામાં આવી છે. સ્વિગીના ડેટા અનુસાર, ભારતમાં પ્રતિ મિનિટ 115 લોકો બિરયાનીનો ઓર્ડર આપી રહ્યા છે. વર્ષ 2020 ના આંકડાની વાત કરીએ તો તે સમયે 90 લોકો 1 મિનિટમાં બિરયાની ઓર્ડર કરી રહ્યા હતા.