પહેલું સુખ તે જાતે નર્યા કહે છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે, દરેકે સૌ પ્રથમ પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખવી જોઇએ ત્યારે આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલી પણ બદલી રહી છે. લોકોની આહારશૈલી પણ બદલાઈ રહી છે. ત્યારે આપણા પુર્વજો જે કરતા અને કહેતા તે યાદ કરી સાંભળવું ખાસ જરૂરી છે. આપણે ઘણી વખત આપણા દાદા-દાદીને તાંબાના લોટામાં પાણી પીતા જોયા હશે ત્યારે ચાલો જાણીએ તાંબાના વાસણમાં પાણી પીવાથી કયા રોગો મટે છે અને કોને આ પાણી ન પીવું જોઇએ.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીતા પહેલાં જાણો તે કેટલાં સમય માટે રાખવું જોઇએ…? કોને પીવું જોઇએ… તે પીવાથી કયા રોગોમાં ફાયદો થાય છે…કોને આ પાણી ન પીવું જોઇએ…? ચાલો જાણીએ… ભારતીય પરંપરામાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું એ ખુબ જ પ્રાચિન પરંપરા છે. આયુર્વેદ તેમજ વિજ્ઞાન પણ તાંબાના ગુણધર્મોને ઓળખે છે. તાંબામાં રહેલાં એન્ટિ બેકટેરિયલ એન્ટી ઓકસીડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પાણી પીવાથી કેટલાંક રોગોમાં ફાયદો જોવા મળે છે.
તાંબાના વાસણમાં પાણી પીવાથી ગેસ, એસિડીટી, કબજિયાત, એનોમિયા અને સંધિવા જેવા અનેક રોગોમાં રાહત મળે છે, તાંબામાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફલેમેટરી ગુણો પાચનમાં સુધારો કરે છે અને શરીરને ડિટોકસ કરવામાં પણ મદદ કરે છે. તે આયર્નના શોષણમાં મદદ કરે છે જે એનિમિયામાં ફાયદાકારક છે. બળતરા વિરોધી ગુણધર્મોને કારણે તે સંધિવાના સોજા અને દુ:ખાવામાં ઘટાડો કરે છે. સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી એનિમિયામાં ફાયદો થાય છે. આ ઉપરાંત આ પાણી થાઈરોઇડ હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે તે ચયાપચયને યોગ્ય રાખે છે અને શરીરને અંદર હોર્મોનલ અસંતુલનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
ત્યારે તાંબાના વાસણમાં રાખેલું પાણી કોણ ન પી શકે – તે જાણીએ
– સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તાંબાનું પાણી ન પીવું જોઇએ.
– ઝાડા, ઉલ્ટી, ઉબકા, ગેસ, હાર્ટબર્ન અથવા ગંભીર રકતસ્ત્રાવ જેવી ગંભીર બિમારીઓ હોય તેમણે આ પાણી ન પીવું જોઇએ.
– વિલ્સન રોગ પીડિત વ્યક્તિ જેના શરીરમાં પહેલાંથી જ તાંબાનું પ્રમાણ વધુ હોય તેમણે તાંબાનું પાણી ન પીવું જોઇએ..
– તાંબાના વાસણનો વધુ પડતો ઉપયોગ ઝેરી તત્વોનું કારણ બની શકે છે. જેના કારણે પેટની સમસ્યા જેમ કે, ઝાડા, ઉલ્ટી, પેટમાં દુ:ખાવો વગેરે થઈ શકે છે.
– કેટલાંક કિસ્સાઓમાં લીવર અને કિડનીને નુકસાન થઈ શકે છે.
– તાંબાના વાસણમાં લીંબુ અથવા દહીં જેવી ખાટી વસ્તુઓ તાંબાના વાસણોમાં ન રાખવી જોઇએ.
– ઉનાળામાં તાંબાનો ઉપયોગ ટાળવો જોઇએ. તે ઉનાળામાં શરીરને વધુ ગરમ કરી શકે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


