Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર લોકસભા બેઠક ઉપર કયા ઉમેદવારને કેટલાં મત મળ્યા ?

જામનગર લોકસભા બેઠક ઉપર કયા ઉમેદવારને કેટલાં મત મળ્યા ?

- Advertisement -

12-જામનગર લોકસભા બેઠક ઉપર પૂનમબેન માડમે જીતની હેટ્રિક લગાવી છે અને 2 લાખ 38 હજાર થી વધુ મતોની જંગી લીડથી વિજય મેળવ્યો હતો. ભાજપાના કાર્યકરો-હોદેદારો-અગ્રણીઓએ આ જીત બદલ પૂનમબેનને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે પુનમબેને આ જંગી લીડથી વિજય અપાવવા બદલ હાલારની જનતાનો આભાર માન્યો હતો અને આ જીત હાલારની જનતા અને ભાજપાના કાર્યકરોને આભારી હોવાનું જણાવી આગામી પાંચ વર્ષમાં હાલારમાં વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

- Advertisement -

12-જામનગર લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકોની મત ગણતરી પ્રક્રિયા જામનગર શહેરના હરિયા કોલેજ ખાતે યોજાઈ હતી. કલેકટર બી.કે. પંડયા, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યે મત ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સૌપ્રથમ બેલેટ પેપર અને ત્યારબાદ ઈવીએમની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂનમબેન માડમ જંગી લીડ સાથે વિજેતા થયા હતાં. રાજકોટમાં સર્જાયેલ કરૂણાંતિકાને લઇ ગુજરાતમાં ભાજપા દ્વારા જીતની ઉજવણી ન કરવા નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત જામનગરમાં પણ પૂનમબેન માડમનો વિજય થતા કોઇપણ જાતના ફટાકડા કે મીઠું મોઢુ કરાવ્યા વિના માત્ર ભારત માતા કી જય ના નારા સાથે કાર્યકરોએ પૂનમબેનના વિજયને વધાવ્યો હતો.

આ મત ગણતરી પૂર્ણ થતા તંત્ર દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડા મુજબ ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 68,817 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 80,601 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 97,038 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 87,507 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 75,290 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 1,03,853 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 1,05,014 મત તેમજ પોસ્ટર બેલેટના 1929 મત મળી કુલ 6,20,049 મત મળ્યા હતાં.

- Advertisement -

જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર જે પી મારવીયાને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 58,525 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 68,349 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 56,352 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 43,162 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 49,041 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 60,910 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 44,610 મત તેમજ પોસ્ટર બેલેટના 1092 મત મળી કુલ 3,82,041 મત મળ્યા હતાં.

જયસુખ નથુભાઇ પીંગરસુરને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 1457 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 1860 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 1885 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 1287 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 1678 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 1637 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 1625 મત તેમજ પોસ્ટર બેલેટના 33 મત મળી કુલ 11,462 મત મળ્યા હતાં.

- Advertisement -

કણજારીયા રણછોડભાઈ નારણભાઈને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 717 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 1052 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 800 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 405 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 998 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 1368 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 1633 મત તેમજ પોસ્ટર બેલેટના 29 મત મળી કુલ 7002 મત મળ્યા હતાં.

પરેશભાઈ પરશોતમભાઈ મુંગરાને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 192 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 218 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 163 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 130 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 175 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 212 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 176 મત તેમજ પોસ્ટર બેલેટના 4 મત મળી કુલ 1270 મત મળ્યા હતાં.

ખીરા યુસુફ સીદીકભાઈને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 110 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 175 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 221 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 881 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 110 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 168 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 103 મત તેમજ પોસ્ટર બેલેટના 3 મત મળી કુલ 1371 મત મળ્યા હતાં.

અનવર નુરમામદ સંઘારને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 100 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 225 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 642 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 56 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 95 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 98 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 83 મત મળી કુલ 1299 મત મળ્યા હતાં.

ઘુઘા અલ્લારખાભાઇ ઇશાકભાઈને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 251 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 249 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 151 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 96 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 286 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 267 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 282 મત તેમજ પોસ્ટર બેલેટના 3 મત મળી કુલ 1585 મત મળ્યા હતાં.

નદીમ મહમદ હાલાને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 123 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 144 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 150 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 266 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 117 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 142 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 127 મત તેમજ પોસ્ટર બેલેટના 1 મત મળી કુલ 1070 મત મળ્યા હતાં.

નાનજી અમરશી બથવાર ને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 190 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 220 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 170 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 100 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 200 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 242 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 243 મત તેમજ પોસ્ટર બેલેટના 5 મત મળી કુલ 1370 મત મળ્યા હતાં.

પોપટપુત્રા રફિક અબુબકરને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 162 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 196 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 149 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 187 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 162 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 190 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 187 મત તેમજ પોસ્ટર બેલેટના 5 મત મળી કુલ 1138 મત મળ્યા હતાં.

ભુરાલાલ મેઘજીભાઈ પરમારને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 322 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 389 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 196 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 137 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 258 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 334 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 287 મત તેમજ પોસ્ટર બેલેટના 5 મત મળી કુલ 1928 મત મળ્યા હતાં.

રાઠોડ પુંજાભાઇ પાલાભાઇને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 597 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 626 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 413 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 211 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 623 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 682 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 575 મત તેમજ પોસ્ટર બેલેટના 5 મત મળી કુલ 3732 મત મળ્યા હતાં.

વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા ને 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 709 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 739 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 525 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 337 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 825 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 854 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 828 મત તેમજ પોસ્ટર બેલેટના 17 મત મળી કુલ 4834 મત મળ્યા હતાં.

આ ઉપરાંત નોટામા 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી 1192 મત, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી 1573 મત, 78-જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી 1913 મત, 79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 1555 મત, 80-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી 1262 મત, 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી 1698 મત, 82-દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાંથી 1779 મત તેમજ પોસ્ટર બેલેટના 112 મત મળી કુલ 11084 મતો નોટામાં પડયા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular