હાલ દિવાળીનો પર્વને લઇને સર્વત્ર તૈયારીઓ ચાલી રહી છે. દરેક લોકો સાફ સફાઇ અને ઘર સુશોભનમાં વ્યસ્ત છે. મહિલાઓ ઘરના દરેક ખુણેથી વધારાનો સામાન કાઢીને સાફ સફાઇ કરી રહી છે ત્યારે શું તમે જાણો છો કે ભારતના સૌથી સ્વચ્છ ગામો કયા છે…? તો ચાલો જાણીએ…
ભારતીય શહેરો પ્રદૂષણ અને ગંદકી સામે ઝઝુમી રહ્યા છે પરંતુ, કેટલાંક ગામડાઓ તેમની સ્વચ્છતા માટે પ્રખ્યાત છે. આ પાંચ ગામડાઓમાંથી એકને એશિયામાં સૌથી સ્વચ્છ ગણવામાં આવે છે. ભારત સુંદર દેશ છે, જો કે સ્વચ્છતાની વાત આવે ત્યારે તેના શહેરો ઘણીવાર પાછળ રહે છે. જો કે, કેટલાંક ગામડાઓ ભારતના સૌથી સ્વચ્છ ગામડાઓની યાદીમાં સામેલ છે. જ્યારે એકનો એશિયામાં સૌથી સ્વચ્છ ગણવામાં આવે છે.
માવલીનોંગ : મેઘાલયનું એક નાનું ગામ માવલીનોંગ એશિયાના સૌથી સ્વચ્છ ગામડામાંનું એક છે. તેની સ્વચ્છ શેરીઓ સ્થાનિક લોકોની મહેનતનું પરિણામ છે. અહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. અહીંના લોકો કચરાપેટીનો ઉપયોગ કરે છે. અહીંના દ્રશ્યો ખુબ રમણિય છે.
ખોનોમા : નાગાલેન્ડના પહાડીઓમાં વસેલું એક નાનુ ગામ કોનામા જેને ગ્રીન વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રામજનો જંગલો અને વન્ય જીવનનું રક્ષણ કરે છે અને રસ્તાઓને સંપુર્ણ રીતે સ્વચ્છ રાખે છે આ ગામમાં ઓર્ગેનિક ખેતી અને કચરાનું વ્યવસ્થાપનની ખેતી ઉત્તમ પ્રથાઓ છે. સુંદર દ્રશ્યો અને સ્વચ્છતા સાથે કોનોમા ખુબ જ મનોહર ગામ છે.
શનિ શિંગણાપુર : મહારાષ્ટ્રનું આ ગામ ભગવાન શનિદેવને સમર્પિત છે. અહીંના લોકો ઘરના દરવાજા બંધ રાખતા નથી તેઓ સ્વચ્છતા જાળવી રાખે છે.
હર્મલ ગામ : હિમાચલ પ્રદેશનું આ ગામ તેની સુંદરતા અને સ્વચ્છ વાતાવરણ જાળવવામાં શ્રેષ્ઠ છે. લીલાછમ ખેતરો ઓર્ગેનિક ખેતીનું પરિણામ છે. જ્યાં કચરા વ્યવસ્થાપનથી લઇને શેરીની સ્વચ્છતા સુધીની દરેક બાબત પર ધ્યાન આપવામાં આવે છે.



