Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજ્યાં સંક્રમણનો દર પાંચ ટકા ત્યાં લાગશે નિયંત્રણો

જ્યાં સંક્રમણનો દર પાંચ ટકા ત્યાં લાગશે નિયંત્રણો

ICMRના વડા બલરામ ભાર્ગવે આપી ચેતવણી: વિશ્વમાં માસ્કના વપરાશના ઘટાડો ચિંતાજનક

- Advertisement -

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વડા બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોનાને લઈને વૈશ્વિક અને ભારતની કોવિડ ની સ્થિતિ પર બાજ નજર રાખવા માટે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં આગામી પરિસ્થિતિઓને લઈને તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યાં કોવિડ પોઝિટીવીટી સ્તર 5 ટકા સુધી પહોંચશે ત્યાં જિલ્લા સ્તરના નિયંત્રણો લાદવામાં આવશે.

- Advertisement -

બલરામ ભાર્ગવ, ડીજી, ICMR જણાવે છે કે ઓમિક્રોન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને વૈશ્વિક સ્થિતિ પર નજર રાખવા માટે નિયમિત બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ગભરાટ ન ફેલાવવા માટે થઈને અમને સહયોગની જરૂર છે. જ્યાં 5 ટકાથી વધુ પોઝિટિવિટી હોય ત્યાં જિલ્લા સ્તરના નિયંત્રણો લાગુ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ નીતિ આયોગના સભ્ય-સ્વાસ્થ્ય ડો. વી.કે. પોલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે માસ્કના વપરાશમાં ઘટાડા સામે ઓમિક્રોનના કેસોમાં થયેલા વધારાએ ચેતવણી આપી છે. પોતાના નિવેદનમાં વધુ જણાવતા તે કહે છે કે વિશ્વમાં વધતાં જતાં ઓમિક્રોનના દ્રશ્યો ઘણા ડિસ્ટર્બ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular