જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2021 અન્વયે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 1 થી 16 ની ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણી કરવાની થાય છે, જે અંગે વોર્ડ નં. 1 થી 16મતદાર વિભાગની ચૂંટણીની જાહેર નોટીસ વોર્ડના ઝોનલ ઓફિસ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે સાથે જ દરેક વોર્ડમાં ચાર બેઠકો માટેની અનામત અને બિન અનામત જગ્યાઓ પણ દર્શાવાઇ છે.
આ માટે ઉમેદવારીપત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મુકનાર અથવા તેને ટેકો આપનાર મારફત ચૂંટણી અધિકારીને મદદનીશ ચૂંટણી અધિકારીને જાહેર રજાના દિવસ સિવાય કોઇપણ દિવસે તા.6ફેબ્રુઆરી 2021સુધીમાં સવારના 10-30 થી બપોરના 3 વાગ્યાની વચ્ચે પહોંચાડી શકાશે.
આ માટે વોર્ડ નં. 1 થી 4 માટે ઉમેદવારીપત્રનો નમૂનો ચૂંટણી અધિકારી જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1થી 4અને સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી, જામનગર જિલ્લા સેવા સદન-3,પ્રથમ માળ, લાલ બંગલા કમ્પાઉન્ડ, જામનગરની કચેરીએથી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1થી 4અને સીટી સરવે સુપ્રિટેન્ડેન્ટ નં.2, જામનગર ડીસ્ટ્રીકટ ઇન્સપેકટર લેન્ડ રેકોર્ડની કચેરી, જિલ્લા સેવા સદન-3, પ્રથમ માળ, લાલ બંગલા કમ્પાઉન્ડ, જામનગર ખાતેથી નિયત સમય દરમ્યાન મેળવી શકાશે.
વોર્ડ નં. 5 થી 8 માટે ઉમેદવારીપત્રનો નમૂનો ચૂંટણી અધિકારી જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 5થી 8અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), બીજા માળે, જિલ્લા પંચાયત કચેરી, ક્રિકેટ બંગલા સામે, જામનગરની કચેરીએથી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 5થી 8અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી,બીજા માળે, જિલ્લા પંચાયત કચેરી, ક્રિકેટ બંગલા સામે,જામનગર ખાતેથી નિયત સમય દરમ્યાન મેળવી શકાશે.
વોર્ડ નંબર 9 થી 12 માટે ચૂંટણી અધિકારી જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 12 અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.217, બીજા માળે, શરૂ સેકશન રોડ, જામનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 12 અને જિલ્લા સમાજકલ્યાણ અધિકારી, જિલ્લા સેવા સદન, રૂમ નં.215, બીજા માળે, શરૂ સેકશન રોડ,જામનગર ખાતેથી તેમજ વોર્ડ નંબર 13થી 16માટે ચૂંટણી અધિકારી જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 13થી 16અને પ્રાંત અધિકારી, જામનગર (શહેર) મહેસૂલ સેવા સદન, બીજા માળે,શરૂ સેકશન રોડ,જામનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 13થી 16અને મામલતદાર, જામનગર (શહેર) મહેસૂલ સેવા સદન,પહેલા માળે, શરૂ સેકશન રોડ,જામનગર ખાતેથી નિયત સમયે ફોર્મ મેળવી શકાશે.
ઉમેદવારીપત્રોની ચકાસણી તા.8/2/2021 ના રોજ 10-30 વાગ્યે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ ઉમેદવાર અથવા ઉમેદવાર જેલમાં હોય અથવા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આ અર્થે તેણે અધિકૃત કરેલ કોઈપણ વ્યક્તિ જાતે બે પૈકીના કોઇ અધિકારીને પોતાને તેની ઓફિસમાં તા.9/2/2021ના રોજ કચેરીના સમય દરમ્યાન પણ બપોરના 3 વાગ્યા પહેલા ફોર્મ પહોંચાડી શકાશે.
આ અંગે જો ચૂંટણી કરવાની થાય તો તા.21/2/2021 (રવિવાર)ના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમય દરમ્યાનમાં મતદાન યોજવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીઓ જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 થી 4,વોર્ડ નંબર 5 થી 8, વોર્ડ નંબર 9 થી 12 અને વોર્ડ નંબર 13થી 16ની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.