Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરઘર પાસેથી ગલુડિયા કાઢવા પ્રશ્ને મહિલાએ કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે પાઈપ ફટકાર્યો

ઘર પાસેથી ગલુડિયા કાઢવા પ્રશ્ને મહિલાએ કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે પાઈપ ફટકાર્યો

- Advertisement -

જામનગરના મહાદેવનગર વિસ્તારમાં એક મહિલાએ તેના ઘર પાસેથી ગલુડિયા કાઢતા શખ્સના મિત્રને આ અંગે વાત કરતા શખ્સે મહિલાને અપશબ્દો બોલી પ્લાસ્ટિકનો પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના મહાદેવનગર રોડ રાધે-ક્રિષ્ના ચોક નજીક રહેતાં નીતાબેન ભરતભાઈ વરાણિયા નામના મહિલાના ઘર પાસે ગલુડિયા હોવાથી કેશુભાઇ માલદેભાઈ ભાટીયા નામના શખ્સનો મિત્ર હેમંત તેને કાઢતો હતો. એ બાબતે નીતાબેને વાત કરતાં ઉશ્કેરાયેલા કેશુભાઈ ભાટીયાએ ઉશ્કેરાઈ જઈ મહિલાને અપશબ્દો બોલ્યા હતાં ત્યારબાદ નજીકમાં રહેલો પ્લાસ્ટિકનો પાઈપ ઉપાડી ફરિયાદીના કપાળ પર ઝીંકી દીધો હતો. જેના પરિણામે મહિલાને ઈજા પહોંચતા આ અંગે જામનગર સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી સી પોલીસે કેશુ ભાટીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular