Sunday, December 7, 2025
Homeરાજ્યસીએમ રૂપાણી ઉના પહોચ્યા, વાવાઝોડાની સ્થિતિ વર્ણવતા સરપંચ રડી પડ્યા

સીએમ રૂપાણી ઉના પહોચ્યા, વાવાઝોડાની સ્થિતિ વર્ણવતા સરપંચ રડી પડ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી થયેલા નુકશાનની સ્થિતિ જાણવા માટે ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા છે. જ્યાં તેઓએ ગ્રામજનોની મુલાકાત લીધી અને નુકશાન અંગેની જાણકારી મેળવી છે.

- Advertisement -

વિજય રૂપાણી આજે રોજ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પહોચ્યા છે. તેઓ ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કરશે. હાલ તેઓ ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા છે જ્યાં સીએમ રૂપાણી એ તાઉ’તે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત ઉના તાલુકાના ગરાળ ગામની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. ગરાળ ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો સાથે સંવાદ કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આ સમયે ગામના મહિલા સરપંચ મુખ્યમંત્રી સમક્ષ સ્થિતિ વર્ણવતા ભાવુક થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular