Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતવોટ્સઅપની દાદાગીરી : નવી પોલિસી સ્વીકારવા દબાણ

વોટ્સઅપની દાદાગીરી : નવી પોલિસી સ્વીકારવા દબાણ

મફતમાં મળતી મેસેજિંગ સુવિધાએ મોનોપોલિનો દુરૂપયોગ શરૂ કર્યો

- Advertisement -

વોટ્સઅપે ફરીથી તેની વિવાદાસ્પદ પોલિસી દાખલ કરવાની હિલચાલ આરંભી દીધી છે. વોટ્સઅપ યુઝર્સને એપમાં રિમાઈન્ડર દેખાવા લાગ્યું છે. જે હેઠળ નવી પોલિસી સ્વિકારવાનું કહેવામાં આવી રહ્યું છે. ફેસબૂકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સઅપે ફેબુ્રઆરીમાં નવી પોલિસી દાખલ કરી હતી. જે અંતર્ગત એ વોટ્સઅપ વપરાશકર્તાઓની ઘણી વિગતો ફેસબૂક સાથે શેર કરવા માંગે છે. આ પોલિસીનો ભારે વિરોધ થતાં વોટ્સઅપે તેના અમલની ડેડલાઈન વધારીને 15મે કરી દીધી હતી. ડેડલાઈનને તો હજુ વાર છે, પરંતુ વોટ્સઅપની દાદાગીરી અત્યારથી વધવા લાગી છે. જે યુઝર્સ વોટ્સઅપની નવી પોલિસી સ્વિકારશે નહીં તેનું એકાઉન્ટ બંધ કરવાની કે ઉપયોગ મર્યાદિત કરવાની વોટ્સઅપે અગાઉ ધમકી આપી રાખી છે. લોકો પણ વોટ્સઅપની મફત સેવાથી ટેવાઈ ચૂક્યા છે. માટે કંપનીએ મોનોપોલિનો ગેરલાભ ઉઠાવાની શરૂઆત કરી છે. તેમાં કંપનીનો દોષ છે, એટલો જ લોકોનો પણ દોષ છે. અલબત્ત, સમજદાર વર્ગ વોટ્સઅપ પડતું મુકી સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ સિગ્નલ તરફ વળ્યો છે. ભારતમાં સિગ્નલ ડાઉનલોડિંગમાં ભારે ઉછાળો આવ્યો છે.

- Advertisement -

તો બીજો વર્ગ પહેલેથી ટેલિગ્રામ વાપરે છે. તેના વપરાશકારો પણ વધ્યા છે. વોટ્સઅપ એવી ખાતરી આપી રહ્યું છે, કે તેમના ડેટાનો કોઈ દુરૂપયોગ નહીં થાય. પણ હકીકત એ છે કે દર થોડા સમયે વોટ્સઅપ-ફેસબૂકનો ડેટા લિક થતો રહે છે. માર્ક ઝકરબર્ગની વધારે પડતી લાલચને કારણે વોટ્સઅપ-ફેસબૂક બન્ને સુવિધા દુનિયાભરમાં બદનામ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular