સોશિયલ મીડિયા એપ વ્હોટ્સએપ તેના યુઝર્સ માટે નવા ફીચર લોન્ચ કરતુ હોય છે. વ્હોટ્સએપ દ્વારા નવા ફીચરની ઘોષણા કરવામાં આવી છે. જે વ્હોટ્સએપ વેબ માટે રજુ થયું છે. જેને કોડ વેરીફાય નામ આપવામાં આવ્યું છે. WhatsApp વેબની સુરક્ષા વધારવા માટે WhatsAppએ એક નવું ફીચર રજૂ કર્યું છે. આ સુરક્ષાનું એક નવું સ્તર છે, જેને કોડ વેરીફાઈ કહેવાય છે. જે એક બ્રાઉઝર એક્સટેન્શન છે જે બ્રાઉઝરને આપવામાં આવતા WhatsApp વેબ કોડની અધિકૃતતાની ચકાસણી કરે છે. કોડ ચેક કરે છે કે તમારા WhatsApp વેબ કોડ સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
કઈ રીતે કામ કરશે ફીચર ?
WhatsApp કોડ વેરીફાઈ ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અને માઈક્રોસોફ્ટ એજ વેબ બ્રાઉઝર પર કામ કરે છે. તમારે પહેલા કોડ વેરીફાઈ એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરવું પડશે. ફાયરફોક્સ અથવા એજ બ્રાઉઝર ઇન્સ્ટોલ થતાંની સાથે જ તે આપોઆપ પિન થઈ જાય છે. જે યુઝર્સ ગુગલ ક્રોમ યુઝ કરતાં હોય તેઓએ તેને પિન કરવું પડશે. જ્યારે કોઈ યુઝર WhatsApp વેબનો ઉપયોગ કરે છે, ત્યારે કોડ વેરિફાય એક્સટેન્શન WhatsApp વેબથી મળેલા કોડ સાથે સરખામણી કરે છે. અને પછી તેને WhatsApp વેબ પરથી ક્લાઉડફ્લેર સાથે શેર કરાયેલ કોડના હેશ અથવા ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરે છે.
જો WhatsApp વેબ લોડ કરતી વખતે કોડ વેરિફિકેશન આઈકન લાલ થઈ જાય, તો એવું માની શકાય કે વોટ્સએપ કોડ પ્રાપ્ત કરવામાં કોઈ સિક્યોરીટીની સમસ્યા છે. અને યુઝર્સ તેના પર પગલા લઇ શકે છે.