ગયા વખતે ડ્રાફટ મતદાર યાદીમાં નામ ચેક કેવી રીતે કરવું તે જાણ્યું હતું જ્યારે તમે તમે આ ચેક કર્યા બાદ જો તમારું નામ આ યાદીમાં નથી તો શું કરવું…? તે જઇએ.
જેનું નામ આ યાદીમાં નથી તેમણે ફોર્મ નં. 6 અને ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ તમારા વિસ્તારના બીએલઓ, મામલતદાર કચેરીમાંથી મળશે અને ઓનલાઈન પણ આ ફોર્મ મેળવી શકો છો.
હવે ફોર્મ નંબર-6 માં તમારે નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખ, હાલનું રહેઠાણનું સરનામું, મોબાઇલ નંબર અને ઈમેલ સાથેની વિગતો આપવાની રહેશે. અને ફોર્મ બીએલઓને જમા કરાવી દેવું. અથવા તો ઓનલાઈન પ્રોસેસ શરૂ કરવી.
તમારું કપાઈ ગયેલું નામ યાદીમાં ફરી લાવવા તમારે જન્મ તારીખ, જન્મસ્થળ, રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે. અને ડિકલેરેશન ફોર્મમાં 2002 ની યાદીની વિગતો અથવા નાગરિકતા સંબંધિત પુરાવાઓ રજુ કરવાના રહેશે.
View this post on Instagram
હવે જેમનું નામ ડ્રાફટ યાદીમાં છે તો ખરા પરંતુ નામ કે સરનામામાં ભુલ છે તેમણે શું કરવું…? તો તેમણે ફોર્મ નંબર-8 ભરવાનું રહેશે. જે તેમને ઓનલાઈન કે બીએલઓ પાસેથી મળી જશે.
આ ફોર્મમાં મતદારો એપિક નંબર અને ખોટી વિગત દર્શાવવાની રહેશે અને સાચી વિગત ભરવાની રહેશે તેના પુરાવા રજુ કરવાના અને ફોર્મ જમા કરાવવાનું રહેશે.
આમ 19-12-2025 થી 10-2-2026 દરમિયાન હક્ક દાવાઓનો નિકાલ કરવામાં આવશે. અને 17-2-2026 ના આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.


