Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશ્રાવણ મહિનાના ઉપવાસમાં શું હેલ્ધી ખાવું જોઇએ...?

શ્રાવણ મહિનાના ઉપવાસમાં શું હેલ્ધી ખાવું જોઇએ…?

શ્રાવણ માસ શરૂ થઈ ચૂકયો છે અને આ માસમાં મોટાભાગના હિંદુ લોકો ઉપવાસ એકટાણુ કરતા હોય છે. આ માસમાં લગભગ દરેક ઘરમાં શ્રાવણ માસનો સોમવાર તો જરૂરથી ઉપવાસ, એકટાણુ થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિ તે એક સાયન્ટીફિક સંસ્કૃતિ છે તેમાં દરેક તહેવાર, વ્રત પાછળ ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા હોય છે ત્યારે ચાલો જાણીએ શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન શું હેલ્ધી ખાવું જોઇએ…?

- Advertisement -

કહેવાય છે કે, જે લોકો શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે ઉપવાસ શરીરને રિચાર્જ પ્રદાન કરે છે પરંતુ આ દરમિયાન ભોજનનું આયોજન ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન ખોરાકની પસંદવી કરવી ખૂબ જરૂરી છે. જેમાં ઘણાં લોકો જુદા જુદા નિયમો પાળે છે ઘણાં એક વખત જમે છે ઘણાં નમક વગર ફળાહાર કરે ઘણી વખત આ સમયગાળામાં તંદુરસ્ત આહાર માટે મુશ્કેલ પડી જાય છે. ત્યારે અહીં કેટલાંક આહાર જે ઉપવાસ દરમિયાન હેલ્ધી રહે છે તેની ચર્ચા કરીએ…

ઉપવાસ દરમિયાન ધ્યાન રાખવાની મહત્વની ટીપ્સ
પૂરતુ પાણી પીઓ.
તમારી કસરત બંધ ન કરો.
એનર્જી ઓછી લાગે તો કસરત ઘટાડો.
ખુબ ફળ ન ખાઓ. ફળોમાં કુદરતી સુગર છે જે વજન વધારી શકે છે.

- Advertisement -

ચાલો તો અહીંયા સેમ્પલ પ્લાન જોઇએ
સવારે સામાન્ય પાણી 300 એમએલ જેટલું લઇ શકાય.
ત્યારબાદ આખી રાત પલાળેલી 6 નંગ જેવી બદામ લઇ શકાય. બદામની છાલ ઉતારીને ખાવી જોઇએ.
નાસ્તામાં ગાયનું દૂધ 300 એમએલ જેટલું, એક કેળું અને બે નંગ જેવી ખજુર લેવી જોઇએ.
ત્યારબાદ સવારનો નાસ્તો અને બપોરના ભોજન વચ્ચેના સમયમાં નાળિયેર પાણી અથવા તો લીંબુ પાણી એક ગ્લાસ જેવું લઇ શકાય છે.
તેમજ આઠ જેટલી બદામ ત્રણ જેટલા અખરોટ એક અંજીર અને ત્રણ કાજુ લઇ શકાય.
ત્યારબાદ બપોરના ભોજનમાં રાજગરાની રોટી 2 નંગ અને ફરાળી દુધી કે સુરણ જેવી શાકભાજીને 150 એમએલ જેટલું દહીં લઇ શકાય છે.
બપોરના ભોજન બાદ મીડ આફટરનુનમાં ચાની આદત હોય તો ચા અથવા તો છાશ લઇ શકાય.
મીડ ઈવનીંગમાં કોઇ પણ ફળ લઇ શકાય. સીઝનલ ફળો હંમેશા સ્વાસ્થ્યને સારું રાખે છે.
રાત્રિ ભોજનમાં જો એકટાણુ કરતા હોય તો દાળ, શાક, રોટલી લઇ શકો છો.
વ્રત દરમિયાન પોતાને  હાઇડ્રેટ રાખો.
વ્રતમાં એનજેટિક રહેવા માટે પૌષ્ટિક ફળો અને  ડ્રાયફ્રુટનું સેવન કરો.
દહીં પ્રો-બાયોટિક ફુડ છે. પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે.
વ્રત દરમિયાન હેલ્ધી અને ફીટ રહેવા પુરતી ઉંઘ લો.
ઘણાં લોકો વ્રત દરમિયાન આખો દિવસ ભુખ્યા રહી રાત્રે એક જ વખતમાં વધુ જમે છે જે યોગ્ય નથી.

આમ, શ્રાવણ માસમાં ઉપવાસ કે એકટાણું કરતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. એકટાણામાં પેટ ભરવા માટે કાંઈ પણ ખાવું ના જોઇએ પરંતુ, શરીરને પોષણ મળે તેવો આહાર સંતુલિત ભોજન લેવું જોઇએ.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular