Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયUPI માં કયા નવા નિયમો લાગુ કરવામાં આવશે...? જાણો

UPI માં કયા નવા નિયમો લાગુ કરવામાં આવશે…? જાણો

તાજેતરમાં UPI માં સિસ્ટમ ડાઉનની ઘટનાઓ ઉપરા ઉપર બનતી જોવા મળી હતી. જેથી અનેક યુઝર્સને તકલીફ પડી હતી ત્યારે આ મુશ્કેલીનો અંત લાવવા સિસ્ટમને ફાસ્ટ બનાવવા વપરાશકર્તાની સગવડતા સાચવવા માટે યુપીઆઈમાં કેટલાંક નવા નિયમો લાગુ કરવામાં આવશે ત્યારે ચાલો જાણીએ આ નવા નિયમો શું છે અને કયારથી લાગુ પડશે…

- Advertisement -

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કહ્યા મુજબ વર્કીંગ અવર્સમાં UPI સિસ્ટમ સખ્ત વ્યસ્ત જોવા મળે છે. વારંવાર બેલેન્સ ચેક અથવા ટ્રાન્ઝેકશન સ્ટેટસ ચેક કરવાના પરિણામે સિસ્ટમ પર લોડ પડે છે અને તે ડાઉન થઈ જાય છે ત્યારે વપરાશકર્તાઓ, બેંકો અને વેપારીઓને આ મુશ્કેલીના રસ્તા તરીકે કેટલાંક નવા નિયમો યુપીઆઈમાં લાગુ કરવામાં આવી રહ્યા છે. જેનો અમલ 1 ઓગસ્ટ થી કરવામાં આવશે.

જેમાં ટ્રાન્ઝેકશન સ્ટેટસ ચેક કરવાની લિમિટ, ઓટો-પે વ્યવહારોનો સમય, બેલેન્સ ચેકિંગ લિમિટ વગેરે ફેરફારો 1 ઓગસ્થી UPI માં ફેરફારો જોવા મળી રહ્યા છે. જે બધા જ UPI યુઝર્સને લાગુ પડશે. એટલે કે, ફોન પે, ગુગલ પે, પેટીએમ અથવા કોઇ પણ UPI એપ્સનો ઉપયોગ કરતા લોકોને આ ફેરફાર લાગુ પડશે જેના માટે તમારે કોઇ સેટીંગ કરવાની જરૂર નથી તે આપમેળે યુપીઆઈ એપ્સમાં લાગુ થશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, અહીં ટ્રાન્ઝેકશનની કોઇ લિમિટમાં ફેરફાર થયો નથી એ એ જ રહેશે. જ્યારે સામાન્ય વપરાશકર્તાઓને કોઇ ખાસ ફેરફાર નડશે નહીં જે લોકો સામાન્ય રીતે વ્યવહારો કરે છે બીલ, પૈસા ટ્રાન્સફર, ડેઇલી ચુકવણી એ એ જ રીતે કાર્ય કરશે પરંતુ, જો તમને દિવસમાં વારંવાર બેલેન્સ ચેક કરવાની આદત છે તો તમારી અહીં ફેરફાર કરવો પડશે. ઓટીટી સબસ્ક્રિપ્શન, મોબાઇલ રીચાર્જ, માસિક હપ્તાઓ હવે સમય મર્યાદામાં કરવામાં આવશે. જેમ કે સવારે 10 વાગ્યા પહેલાં, બપોરે 1 થી 5 વચ્ચે, રાત્રે 9:30 કલાક પછી જેથી સીસ્ટમ પર એક સાથે લોડ ના પડે અને ટ્રાન્ઝેકશન સ્મુધ અને ઝડપી બને.

UPI દ્વારા અનેક કામોને ઝડપી અને સરળતાથી કરી શકાય છે પરંતુ હવે અમુક ફેરફારો ધ્યાનમાં રાખવાના છે. કોઇપણ એક એપથી 50 થી વધુ વખત એક દિવસમાં બેંક બેલેન્સ ચેક નહીં કરી શકાય. જ્યારે ઈએમઆઈ, સબસ્ક્રીપ્શન અથવા બિલ ચૂકવણી જેવા ઓટો-પે દિવસના નિશ્ચિત સમયમાં થશે તો કોઇ ચુકવણી અટકી જાય ત્યારે તેનું સ્ટેટસ ત્રણ વાર જ ચેક કરી શકો છો તે પણ 90 સેક્ધડના ગેપ સાથે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular