સામાન્ય રીતે જ્યારે આપણે આપણા સ્વાસ્થ્ય સંબંધિત ડોકટરની મુલાકાત લઇએ છીએ ત્યારે તે આપણને એકસે-રે, એમઆરઆઈ, અને સિટી સ્કેન કરાવવા કહેતા હોય છે. આપણે આ નામો તો ઘણી વખત સાંભળેલા હોય છે. પરંતુ આ ત્રણેય વચ્ચે ફરક શું છે ? તે આપણને ખ્યાલ નથી હોતો તો ચાલો જાણીએ ડો. વિભુ કવાતરા પાસેથી.
ડો. વિભુનું કહેવું છે કે એકસ રે, એમઆરઆઈ અને સિટી સ્કેન એ ત્રણેય મેડીકલ ઈમરજન્સીની ટેકનિક છે. જે શરીરના અંગોની ઈમેજ કેપ્ચર કરે છે. જેમાં એકસ-રે એટલે જેમાં એક બાજુ મશીન હોય બીજી બાજુ બ્લેક ફિલ્મ અને વચ્ચે શરીરના જે ભાગનો એકસ-રે લેવાનો હોય તે ત્યારબાદ મશીનના એકસ કિરણો શરીર પર થઈને ફિલ્મ પર પડે છે જે જગ્યાએથી કિરણો પાસ થાય છે તે બ્લેક બતાવે છે. જ્યારે જે જગ્યાએ હાડકા હોય છે. અને કિરણો પસાર નથી થતા તે વ્હાઈટ બતાવે છે. જેનાથી હાડકા વિશે જાણી શકાય છે. તેમજ ટયુમણ પણ જો શકાય છે એકસ-રે ખર્ચમાં સસ્તુ પડે છે અને રિપોર્ટ પણ જલ્દી મળી રહે છે.
સીટી સ્કેન : એકસ-રેની જેમ જ આમાં પણ એકસ કિરણોનો ઉપયોગ થાય છે પરંતુ આ મશીન વધુ મોટી હોય છે. જેમાં પેશન્ટને સુવડાવીને મશીનની અંદર લઇ જવામાં આવે છે. આ ગોળ મશીનમાં શરીરની 360 ડિગ્રીની ઈમેજ મળી રહે છે જે એકસે માં પકડાતું નથી તે સીટી સ્કેનમાં પકડાય છે. જેમ કે ફેકચર, ટયુમર, ઈન્ટરનલ બ્લીડીંગ વગેરે માટે આ રિપોર્ટ કરાવાય છે.
એમઆરઆઈ : એમઆરઆઈમાં એકસે કિરણો પસાર નથી થતા પરંતુ ખુબ જ હેવી એવા ચુંબક દ્વારા રેડિયો વેવસને શરીરમાંથી પસાર કરવામાં આવે છે. જે મોંઘુ અને વધુ સમય લેતો રિપોર્ટ છે. પરંતુ તેનાથી શરીરની ખૂબ જ નાની અને ઝીણામાં ઝીણી ડીટેઇલ મળી રહે છે. જેમ કે ટીસ્યુ, લીગામેન્ટ, કાર્ટીલેજ, અને નસોના કલીઅર પીકચર આપે છે.