Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકોલસાની અછતનું કારણ શું છે ? જાણો સરકારે શું જણાવ્યું

કોલસાની અછતનું કારણ શું છે ? જાણો સરકારે શું જણાવ્યું

કોલસાનું દૈનિક ઉત્પાદન હવે 20લાખ ટન થશે

- Advertisement -

- Advertisement -

દેશમાં કોલસાની અછતના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યો અને વીજ કંપનીઓ, રેલવે દ્વારા કોલસાની માંગને પહોંચી વળવા તૈયારી કરી રહી છે. એક સપ્તાહમાં, સરકાર તેના દૈનિક કોલસાનું ઉત્પાદન 1.94 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન એટલે કે 20 લાખ ટન કરશે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યા મુજબ રાજ્યો અને વીજ કંપનીઓને દૈનિક કોલસાના પુરવઠામાં કોઈ તંગી નથી અને તે પાંચ દિવસનો સ્ટોક જાળવી રહી છે. એક મહિનામાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.

- Advertisement -

કોલસાની અછતનું કારણ શું ?

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ જાન્યુઆરીથી કોલસા કોલ ઈન્ડિયામાંથી સ્ટોક લેવા માટે રાજ્યોને લખી રહ્યું છે. જોકે કોઈપણ પ્રતિક્રિયા મળી નથી.કોલ ઇન્ડિયા મર્યાદા સુધી સ્ટોક કરી શકે છે. જો આપણે મર્યાદા કરતા વધારે કોલસો સ્ટોક કરીએ તો આગ લાગવાનું જોખમ રહેલું છે. ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પોતાની કોલસાની ખાણ છે. જોકે ખનન ખૂબ જ ઓછું અથવા તો બિલકુલ જ નથી.  તેમણે પૂરતું કોલસાનું ખનન ન થવા બદલ કોરના અને વરસાદ જવાબદાર હોવાનું કહ્યું છે. વરસાદનના પરિણામે કોલસાનું ખનન થઇ શક્યું નથી.

- Advertisement -

આ ઉપરાંત આયાત કરવામાં આવતા કોલસાની કિંમતો વધવાના પરિણામે પણ આ સ્થિતિ સર્જાઈ છે.

વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો થયો છે, જે વીજ કંપનીઓ ભેળવે છે, ઊંચા ભાવને કારણે નુકસાન ઘટાડવા માટે કંપનીઓ ઘરેલું કોલસા તરફ શિફ્ટ થઇ છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ મોટા ડિફોલ્ટર છે. આ તમામ રાજ્યોને કોલ ઈન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે.આટલી કે મોટી રકમ બાકી હોવા છતાં કોલસાનો પુરવઠો ચાલુ છે અને આગામી સમયમાં પણ વીજળી અને કોલસાનો પુરવઠો આપવાનું ચાલુ રાખશે.

દિલ્હી અને પંજાબે રોપર અને ભટિંડા જેવા કોલસાના પ્લાન્ટ બંધ કર્યા છે.

કોલસાની અછતને લઇને અમુક રાજ્યોમાં લોકોને વીજકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular