Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબરફનો પહાડ (ગ્લેશિયર)શું હોય છે?અને, કેમ ફાટે છે ?!

બરફનો પહાડ (ગ્લેશિયર)શું હોય છે?અને, કેમ ફાટે છે ?!

- Advertisement -

ઉત્તરાખંડના ચમોલીમાં પ્રકૃતિના રૌદ્ર રૂપે ફરી એક વખત લોકોને સાત વર્ષ પહેલાં આવેલી ત્રાસદીની યાદ અપાવી છે.’ વર્ષ 2013માં પણ 16 અને 17 જૂનની રાતના ઉત્તરાખંડના લોકોએ ભયાનક જળપ્રલયનો અનુભવ કર્યો હતો તેનું દર્દ આજે પણ અનેક પરિવારના ચહેરે દેખાઈ રહ્યું છે. તે વખતે કેદારનાથધામ સપૂર્ણ બરબાદ થયું હતું અને માત્ર બાબા કેદારનાથનું મંદિર જ બચી શક્યું હતું. આપદા એટલી ભયાવહ હતી કે મરમ્મત કામ માટે બાબા કેદારનાથ ધામ મહિનાઓ સુધી બંધ રાખવામાં આવ્યું હતું.

- Advertisement -

જે રીતે ચમોલીમાં ગ્લેશિયરની ઘટના બની તેવું જ કંઈક 2013માં આ દેવભૂમિમાં બન્યું હતું. 13થી 17 જૂન વચ્ચે ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હતો. અચાનક વાદળ ફાટવાને કારણે મંદાકિની નદીમાં ઘોડાપુર આવ્યાં હતાં અને ભારતે પૂરે અનેક વિસ્તારોને જળમગ્ન બનાવ્યા હતા. આ પછી થયેલા ભૂસ્ખલને તબાહીમાં વધારો કર્યો હતો.

વર્ષ 2013માં કેદારઘાટીથી લઈને ઋષિકેશ સુધી ભારે વિનાશ છવાયો હતો. સરકારી આંકડા મુજબ 4 હજાર લોકોનાં મોત થયાં હતાં જોકે બિનસત્તાવાર રીતે 10 હજાર લોકોના મોત થયાં હતાં. 4200’ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.1308 હેકટર ખેતીની ભૂમિ ધોવાઈ ગઈ હતી. નવ રાષ્ટ્રીય હાઈ-વે, 35 રાજ્ય હાઈ-વે, 2385 માર્ગો, 86 મોટરપુલ, 172 મોટા અને નાના પુલ તૂટી ગયા હતા અથવા ક્ષતિગ્રસ્ત બન્યા હતા.

- Advertisement -

ઉત્તરાખંડના ચમૌલીમાં રૈણી ગામમાં ગ્લેશિયર તૂટી પડવાની ઘટનાને નિષ્ણાતો ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળી ચિંતાજનક ગણાવે છે.

વર્ષો સુધી એક જ સ્થળે બરફ જમા રહેતા ગ્લેશિયરનું નિર્માણ થાય છે. ગ્લેશિયર બે પ્રકારના અલ્પાઈન અને આઈસ શીટ્સ રૂપે હોય છે. પહાડોના ગ્લેશિયર અલ્પાઈન કેટેગરીમાં આવે છે. પહાડોમાં ગ્લેશિયર તૂટવાના અનેક કારણો છે જેમાં ગુરૂત્વાકર્ષણ અને કિનારાના વિસ્તારોમાં હવામાન સંબંધિત ફેરફાર મુખ્ય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયરનો બરફ ઓગળે છે અને તેમાં પાણી થતાં તે નીચે તરફ સરકવા લાગે છે.’ ગ્લેશિયરમાંથી બરફનો ટૂકડો છૂટો પડે તેને કાલ્વિંગ કહેવામાં આવે છે.

- Advertisement -

ગ્લેશિયર તૂટે કે ફાટે તો ભયાનક પૂર આવે છે. ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક ઉભા થયા બાદ તે ગમે ત્યારે તૂટી શકે છે. વૈજ્ઞાનિકોના મતે ગ્લેશિયરના તૂટવાનું ચોક્કસ પુર્વાનુમાન અસંભવ છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તો કેટલાક બે-ત્રણ વર્ષે તૂટે છે. પહાડી વિસ્તારોમાં ગ્લેશિયર તૂટે તો ભારે ખાનાખરાબી થવાનો ભય રહે છે. પહાડોમાં કયારેક વધુ હિમવર્ષાથી આખેઆખી નદી કે તળાવ બરફથી થીજી જાય છે. વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલીયન જ્યોલોજીએ હિમાલયી ક્ષેત્રમાં ગ્લેશિયર ફાટવાની સંભાવના વ્યક્ત કરી છે.

ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આઠ મહિના પહેલાં જ મોટી હિમશિલાઓ ફાટવાની અને ભયાનક દુર્ઘટનાની ચેતવણી આપી દીધી હતી. વૈજ્ઞાનિકોએ જમ્મુ-કાશ્મીરની કારાકોરમ રેન્જમાં શ્યોક નદીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે એક ગ્લેશિયરે શ્યોક નદીનો પ્રવાહ અટકાવી દેતાં મોટું તળાવ બની ગયું છે. તેમાં વધુ પાણી જમા થશે તો તે ફાટવાની ભીતિ છે. દેહરાદૂનના વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ જિયોલોજીના વિજ્ઞાનીઓએ આ ચેતવણી આપી હતી.

નંદા દેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળનારી ઋષિગંગાના ઉંચાણવાળા જળસંગ્રહ ક્ષેત્રમાં હિમખંડ (ગ્લેશિયર) તૂટતાં પૂર આવી ગયું છે. એ આ કારણે ધૌલગંગા ખીણ અને અલકનન્દા ખીણમાં નદીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

આનાથી ઋષિગંગા અને ધૌલીગંગાના સંગમ સ્થિત રૈયી ગામ નજીક એક ખાનગી કંપનીની ઋષિગંગા વીજ પરિયોજનાને ભારે નુકસાન પહોંચ્યું છે. ઋષિગંગા પાવર પ્રોજેકટ વીજળી ઉત્પાદન માટે ચલાવાતો એક ખાનગી પ્રોજેકટ છે.આ પ્રોજેકટને લઇને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જો કે, અહીં વીજળી ઉત્પાદન શરૂ થઇ ગયું હતું. અહીં પાણીમાંથી વીજળી ઊભી કરવાનું કામ ચાલી રહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular