Sunday, December 14, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે પણ દરરોજ બાળકો માટે ટિફિનમાં શું હેલ્ધી આપવું તે અંગે...

શું તમે પણ દરરોજ બાળકો માટે ટિફિનમાં શું હેલ્ધી આપવું તે અંગે મુંઝવણમાં છો…?

બાળકો આજના ફાસ્ટ યુગમાં ઘર કરતા સ્કુલ અને ટયુશનમાં વધુ સમય પસાર કરતા હોય છે ત્યારે દરેક માતા પોતાના બાળકને હેલ્ધી ટિફિન આપવા માટે સતત ચિંતીત હોય છે દરરોજ બાળકને સ્વાદમાં પણ ભાવે અને હેલ્ધી પણ હોય તેવું શું આપવું તે માટે માતા સતત ચિંતીત જોવા મળતી હોય છે. ત્યારે બાળક પોતાનું ટિફિન પૂરેપુરુ ખાલી કરીને આવે તેવું દરેક માતા ઈચ્છે છે ત્યારે ચાલો કેટલીક સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી વાનગીઓ વિશે જાણીએ જેને તમે સોમથી શુક્રવાર સુધી ટિફિનમાં આપી શકો છો.

- Advertisement -

દરેક માતા માટે એક ચિંતાનો વિષય છે બાળકોનું ટિફિન કે જેમાં માતા તેને ફાયદાકારક અને સંપૂર્ણ વિકાસ થાય તેવું હેલ્ધી ભોજન આપવા માંગતી હોય છે. ત્યારે ચાલો કેટલીક સરળ અને સ્વાદિષ્ટ વાનગી જાણીએ જે તમારા બાળકને સ્વસ્થ પણ રાખશે.

સોમવાર : રવિવારની રજા અને મજા પછી બાળકને સોમવારે સ્કુલ જવાનો ખૂબ કંટાળો આવે છે પરંત, જો લંચ બોકસમાં તેની ફેવરીટ ડીશ હોય તો તેને તેના ફ્રેન્ડસને બતાવવા માટે તે ખૂબ જ એકસાઈટેડ પણ હોય છે માટે સોમવારે બાળકના મનપસંદ પરાઠા તૈયાર કરી શકો છો. જેમાં તમે પનીર પરાઠા, આલુ પરાઠા, મિકસ વેજીબટેલ પરાઠા, પાલક પરાઠા, ગોબીના પરાઠા, બીટના પરોઠા, વગેરે જેવા કોઇપણ હેલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા આપી શકો છો.

- Advertisement -

મંગળવાર : મંગળવારના તમે બાળકોને વેજીટેબલની ઈડલી અથવા તો અપમ બનાવીને આપી શકો છો. જેના માટે તમે ઈડલીમાં ગાજર, કેપ્સિકમ, કોબી, ટમેટા, બટેટા, વટાણા, મકાઇ, કોથમરી વગેરે ઉમેરીને તેને વધુ હેલ્દી બનાવી શકો છો. તેમજ તેની સાથે તેને ફુદીનાની ચટણી, ટોપરાની ચટણી કે પછી કોથમરીનો ચટણી પણ પીરસી શકો છો.

બુધવાર : બુધવારે તમે બાળકોને મેકરોની અથવા તો પાસ્તા બનાવીને આપી શકો છો. જે લગભગ દરેક બાળકોને મનપસંદ હોય છે. તેને સ્વસ્થ બનાવવા તેમાં બાળકોની પસંદગીના શાકભાજી પણ ઉમેરી શકો છો.

- Advertisement -

ગુરૂવાર : ગુરૂવારે બાળકોને કઢી પુરી, છોલેપુરી, ભટુરા વગેરે જેવી પુરી ડીશ પણ આપી શકાય છે. જેમાં તમે બાળકને આ ઓપ્શન આપીને તેને પુછીને પુરી સાથે તેની મનપસંદ સબ્જી પણ આપી શકો છો. અને જો બાળક માને તો ઘી વાળી ઘરની મલ્ટીગ્રેઇન રોટી પણ આપી શકાય છે. સાથે એક નાના ડબ્બામાં તેને કાકડી, ટમેટા, ગાજર જેવા સલાડ પણ આપી શકાય છે.

શુક્રવાર : જ્યારે શુક્રવારના બાળકોને ટિફિનમાં પોહા અથવા તો સોજીના પુડલા કે ઉપમા આપી શકાય છે. પોહા સાથે તમે સ્પ્રાઉડસ, ઉપમા સાથે ગાજર, વટાણા જેવા શાકભાજી તો સોજી પુડલા સાથે ગાજર, ટમેટા જેવા શાકભાજી ઉમેરીને તેને હેલ્દી બનાવી શકો છો. આ સાથે બાળકોને વિવિધ ટેસ્ટી ચટણી પણ આપી શકાય છે. જે બાળકોને સ્વાદિષ્ટ લાગે છે.

આમ, બાળકોને પોતાના ફ્રેન્ડસ સાથે બેસીને નાસ્તો કરવો હોય ત્યારે તેને પોતાના ફ્રેન્ડસને બતાવવું પણ હોય છે કે આજે મને મમ્મીએ આ મસ્ત ડીશ બનાવીને આપી છે આજે તો મજા જ પડી જશે. ત્યારે દર અઠવાડિયએ મેનુમાં થોડો થોડો ચેન્જ કરીને વાનગીને અલગ અલગ બનાવી શકાય છે. આ સાથે ઘરે બનાવેલી ચટણીઓ કે ઘરે બનાવેલો સોસ આપીને બાળકોને બહારના પ્રીઝરવેટીવ વાળા આહારથી કે પડીકાથી બચાવી શકાય છે.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular