અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ1171 ટેક ઓફ થયાના 98 સેકન્ડ જ ક્રેશ થઇ ગઇ હતી. જેમાં 241 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે પ્રારંભિક તપાસમાં બન્ને એન્જિન અચાનક બંધ થવા અને બેને પાયલોટ વચ્ચેની વાતચીતના અહેવાલો સામે આવ્યા છે. જેના દ્વારા જાણી શકાય છે કે, પ્લેન ક્રેશના 98 સેક્ધડમાં ખરેખર શું થયું હતું?
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યૂરોના 15 પાનાના અહેવાલમાં ખૂબ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ અહેવાલમાં ફ્લાઇટને છેલ્લી ક્ષણોમાં શું ઘટના બની હતી. તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસ્તૂત અહેવાલના મુખ્ય તારણો જાણીએ.
01. ટેકઓફના થોડી સેક્ધડમાં જ બન્ને એન્જિન મધ્ય હવામાં બંધ થઇ ગયા. ફ્યુઅલ કટઓફ સ્વીચો એક પછી એક રનમાંથી કટઓફ પર ખસી ગઇ.
02. કોકપિટ ઓડિયો પુષ્ટિ કરે છે કે, એક પાઇલટે પુછયું તમે કટઓફ કેમ કર્યું? બીજાએ જવાબ આપ્યો, ‘મેં નથી કર્યું.’
03. RAT તૈનાત થયું. જે કુલ પાવર નુકશાન દર્શાવે છે. તેમ સીસીટીવીમાં કેપ્ચર થયું.
04. એન્જિન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એન્જિન 1માં પુન:પ્રાપ્તિના સંકેતો દેખાયા એન્જિન 2 ટકી શકયું નહીં.
05. વિમમા માત્ર 32 સેક્ધડ માટે હવામાં હતું. રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલમાં ક્રેશ થયું.
06. થ્રસ્ટ લિવર નિષ્ક્રિય સ્થિતિમાં જોવા મળ્યા. પરંતુ બ્લેક બોક્સ દર્શાવે છે કે, ટેક ઓફ થ્રસ્ટ હજૂ પણ ચાલુ હતું. જે ડિસ્કનેક્ટ દર્શાવે છે.
07. ઇંધણ શુઘ્ધ હોવાનું પરિક્ષણ કરાયું. રિફયુઅલીંગ સ્ત્રોતોમાંથી કોઇ દૂષણ નથી.
08. ફલેપ સેટિંગ અને ગિયર ટેકઓફ માટે સામાન્ય હતાં.
09. પક્ષીઓની કોઇ પ્રવૃત્તિ કે હવામાનની કોઇ સમસ્યા ન હતી.
10. પાઇલટ પણ સ્વસ્થ અને અનુભવી, સ્પષ્ટ ઓળખપત્ર ધરાવનાર હતાં.
11. તાત્કાલિક તોડફોડના કોઇ પુરાવા નથી. પરંતુ ફયુઅલ સ્વીચની સંભવિત ખામી અંગે એફએએની સલાહ હતી. એર ઇનિડયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.
12. વિમાન વજન અને સંતૂલન મર્યાદામાં હતું. બોર્ડ પર કોઇ ખતરનાક માલસામાન ન હતો.
આ રિપોર્ટમાં વિમાનના ટેકઓફની ક્ષણે ક્ષણની વિગતો આપવામાં આવી છે. દરેક પાસાઓ રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે વિમાનની ગતિ 334 કિ.મી. પ્રતિકલાક નોંધાઇ હતી. આ પછી તરત જ રિપોર્ટમાં જણાવાયું છેે કે, વિમાનના એન્જિન બંધ થઇ ગયા. વિમાને નીચે આવવાનું શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર એન્જીન એકના ફ્યુઅલ કટ ઓફ સ્વીચને પાંચ સેકન્ડ પછી એન્જિન રિકવરીના સંકેતો મળવા લાગ્યા. બે સેકન્ડ પછી એપીયુ ઇનલેટ ડોર ઓટો સ્ટાર્ટ લોજિક સાથે ખુલવા લાગ્યો. એન્જિન 2 પણ બે સેક્ધડ પછી સ્ટેબલ મોડમાં જવાનું શરૂ કર્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એન્જિન એક અને તેની કોર સ્પીડમાં ઘટાડો અટકાવી દીધો હતો. જેના કારણે તે ફરીથી શરૂ થઇ શકયો હતો. બીજીબાજુ એન્જિન ર તેની કોર સ્પીડમાં ઘટાડો રોકી શકયું નહીં. MAYDAY કોલ બપોરે 1:39 વાગ્યે કરવામાં આવ્યો હતો. પછી 6 સેક્ધડમાં ‘ઇએએફઆર’એ રેકોર્ડિંગબંધ કરી દીધું હતું. અહેવાલ મુજબ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસરે MAYDAY કોલનો જવાબ માંગ્યો પરંતુ કોઇ જવાબ મળ્યો નહીં. કારણ કે, તે ત્યાં સુધીમાં ક્રેશ થઇ ગયું હતું.


