View this post on Instagram

શું તમે કયારેય નોટિસ કર્યુ છે કે તમારા ફોનમાં આવતા મેસેજમાં શું લખ્યું હોય છે ?
તો અત્યારે જ તમારું ઇનબોકસ ચેક કરો. જેમાં મેસેજ પાછળ P, S, G, T જેવા વિવિધ આલ્ફાબેટ જોવા મળશે.
તો ચાલો જાણીએ… આ આલ્ફાબેટ શું દર્શાવે છે…
આ આલ્ફાબેટ TRAI ના કોડ છે જે તમને જણાવે છે કે આ મેસેજ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે.
જેમાં G એટલે ગર્વમેન્ટ કે જેમાં કોઇ કુદરતી આફતો, ગર્વમેન્ટ સ્કીમ કે સરકાર દ્વારા મોકલવામાં આવતા મેસેજ દર્શાવે છે.
T એટલે ટ્રાન્જેકશન જે બેંકના ટ્રાન્જેકશન રીલેટેડ મેસેજ દર્શાવે છે.
જ્યારે S એટલે સર્વિસ જે એરટેલ, જીઓ, એમેઝોન, ફલીપકાર્ટ વગેરે દર્શાવે છે.
P એટલે પ્રમોશનલ જે લોન, એડમીશન, માર્કેટીંગ જેવા પ્રમોશનલ મેસેજ દર્શાવે છે જેને તમે એક મેસેજ દ્વારા બંધ પણ કરાવી શકો છો.
પરંતુ એવા મેસેજ કે જેમાં પાછળ કોઇ આલ્ફાબેટ આપેલા નથી તેમાં મેસેજની આપેલી લીંકમાં કલીક કરવું નહીં અને OTP કયારેય આપવો નહીં તે બહુ મોટો સ્કેમ હોય શકે છે.
તો તમારી આસપાસ તમામને આ વીડિયો અત્યારે જ ફોરવર્ડ કરો અને તેમના પણ સ્કેમથી બચાવો.
જય હિંદ, જય ભારત.


