Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલોક અદાલતમાં થયેલી પતાવટ અંગે શું કહ્યું સુપ્રિમ કોર્ટે

લોક અદાલતમાં થયેલી પતાવટ અંગે શું કહ્યું સુપ્રિમ કોર્ટે

- Advertisement -

સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે લોક અદાલતો કોર્ટ નથી કેમ કે તે વિવાદની પતાવટ કરવા માટે કાનુની રીતે ન્યાય તોળતી નથી. આથી તેમના દ્વારા આપવામાં આવેલા પતાવટના આદેશને કાયદેસરની અદાલત સામે દાખલા તરીકે ટાંકીને સમાન ધોરણે વળતર ન માગી શકાય.

- Advertisement -

નોઇડા ઓથોરિટીએ માર્ચ 1983માં એક જાહેરનામું બહાર પાડીને દાદરી તહેેસિલમાં આવેલી જમીનનું એધિગ્રહણ ઔદ્યોગિક વિકાસ માટે કર્યું હતું. નવેમ્બર 1984માં જમીનમાલિકોને  ચોરસ મીટર દીઠ 20 રૂપિયાના ભાવે વળતર આપવામાં આવ્યું હતું.

એ સમયે જમીન માલિકોએ વળતરના દર સામે કોઇ સવાલ કર્યા વિના વળતરને સ્વીકારી લીધું હતું.  પરંતુ એક ફતેહ મોહમ્મદે આ એવોર્ડ સામે અરજી નોંધાવી હતી જેેનેે પગલે નોઇડા ઓથોરિટીએ 2016માં ચોરસ મીટરના 297 રૂપિયાના ભાવે વળતર આપવાનું ઠરાવ્યું હતું.

- Advertisement -

આ રકમ લોકઅદાલતે 30 વર્ષ પૂર્વે અપાવેલા વળતર કરતાં પંદર ગણુ વધારે હતું. આ જોઇ અન્ય જમીનમાલિકોએ પણ અલ્હાબાદ વડી અદાલત સામે લોકઅદાલતનો આદેશ ટાંકીને તેના જેટલું જ વળતર મેળવવા માટે અરજી નોંધાવી હતી. પણ નોઇડાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારતાં સુપ્રીમે નોઇડા ઓથોરિટીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular