Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતમ્યુકરના કેસ-મૃત્યુ વિષે વડી અદાલતે શું જણાવ્યું ?

મ્યુકરના કેસ-મૃત્યુ વિષે વડી અદાલતે શું જણાવ્યું ?

- Advertisement -

મ્યુકર માઇકોસિસ મામલે વધુ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. તેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે કઇ હોસ્પિટલને કેટલાં ઇન્જેકશનની ફાળવણી કરી અને તેની સંપુર્ણ વિગતો સરકારી વેબસાઇટ પર મુકવા સરકારને નિર્દેશ કર્યો છે. અરજીમાં મ્યુકર માઇકોસીસના કુલ કેટલા કેસ થયા છે? અને તેનાથી અત્યાર સુધી થયેલા મૃત્યુની વિગતો જાહેર કરવા માંગ કરવામાં આવી છે. તેમા એવી પણ રજુઆત કરાઇ છે કે, મ્યુકરમાઇકોસીસથી થતા મૃત્યુની સંખ્યામાં ભુલ થઇ છે. સરકાર સાચા આંકડા જાહેર કરતી નથી. સરકારે નીતિવિષયક નિર્ણય લેવો જોઇએ અને તેના માટે યોગ્ય નેટવર્ક ઉભુ કરવું જોઇએ. હાઇકોર્ટે સરકારને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

અરજીમાં મ્યુકરમાઇકોસીસના કેસની તમામ ઝીણવટભરી વિગતો વેબસાઇટ પર મુકવા માગણી કરવામાં આવી છે. તેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સરકારી હોસ્પિટલમાં કરવાની પુરતી તૈયારી કરવી જોઇએ. દરેક જીલ્લામાં નોડલ ઓફિસરની નિમણુંક કરો અને તમની જવાબદારી નકકી કરો.

સરકારે મ્યુકરમાઇકોસીસ ઇન્જેકશનના ભાવ નકકી કરવા અરજીમાં માગણી કરાઇ છે. ઇન્જેકશન ઘણા મોંઘા છે. ડ્રગ કન્ટ્રોલ એકટ 1950 અને ડ્રગ એન્ડ કોસ્મેટીક એટક 1940 એ હેઠળ સરકારને દવા અને વેકસીનના ભાવ કન્ટ્રોલ કરવાની સત્તા આપે છે. તો સરકારે ઇન્જેકશનના ભાવ નકકી કરવા જોઇએ. ઇન્જેકશનનો વગેરે વિગતો સરકારી વેબસાઇટ પર મુકવી જોઇએ.

મ્યુકરમાઇકોસીસમાં ઇન્જેકશન લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની વહેચણી માટેની નીતિ સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે હાઇકોર્ટ ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે. તેના માટે ઇન્ઝેકશનના ઉપયોગની વિગતો આપવાની જવાબદારી હોસ્પિટલની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular