જામનગર શહેરમાં રહેતાં શખ્સએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી મહારાષ્ટ્રની યુવતી સાથે પરિચય કેળવી નિકાહની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના દાગીના અને રૂપિયા એક લાખની રોકડ રકમ પડાવી લીધા બાદ યુવતીના નામે લોન પણ મેળવી લીધી હતી. આ પ્રકરણમાં પોલીસે શખ્સને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં રહેતાં ફિરોઝ આમદ મેંડા નામના શખ્સે લગ્ન માટેની વેબસાઇટ દ્વારા મહારાષ્ટ્રની યુવતી સાથે પરિચય કેળવી લીધો હતો. ત્યારબાદ યુવતી સાથે નિકાહ કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ શખ્સે યુવતી સાથે પરિચય વધુ ગાઢ બનાવ્યો હતો. ત્યારબાદ યુવતી મહારાષ્ટ્રના તેના વતનમાંથી પુત્ર સાથે જામનગર આવી હતી. ત્યારબાદ શખ્સ દ્વારા યુવતી અને તેના પુત્રને એક ફલેટમાં રાખ્યા હતાં. ત્યાં શખ્સ દ્વારા યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. શખ્સે દોઢ વર્ષના સમય દરમ્યાન દુષ્કર્મ આચરી યુવતીના દાગીના અને રૂપિયા એક લાખની રોકડ રકમ પણ શખ્સે પડાવી લીધી હતી. ત્યારબાદ ફિરોઝે યુવતીના નામે પાંચ લોન પણ લઇ લીધી હતી.
View this post on Instagram
ત્યારબાદ યુવતી દ્વારા નિકાહની વાત કરતાં ફિરોઝે નિકાહ કરવા માટે આનાકાની કરી હતી અને તેના ભાઇ-બહેન સરકારી નોકરિયાત હોવાનું કહી યુવતીને ધમકાવી હતી. કંટાળેલી યુવતીએ આખરે જામનગરના સિટી ‘સી’ ડિવિઝનમાં ફિરોઝ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફિરોઝ મેંડાની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.


