વેસ્ટઈન્ડિઝ ટૂર ઓફ ઈન્ડિયા સામે કોરોનાનું ગ્રહણ ન લાગે એના માટે BCCIએ પ્લાન-B બનાવી લીધો છે. દેશમાં વધતા જતા ઓમિક્રોનના સંકટના કારણે હવે અમદાવાદમાં ત્રણેય વનડે મેચ તથા કોલકાતામાં ત્રણેય T20 મેચ રમાશે. આના કારણે ટીમે વિવિધ શહેરોમાં પ્રવાસ કરવાની જરૂર નહીં રહે અને ટીમો ચુસ્ત પ્રોટોકોલ સાથે માત્ર 2 ગ્રાઉન્ડ પર જ બંને સિરીઝ રમતી જોવા મળશે.
આ અંગે BCCIની ટૂર અને ફિક્સચર કમિટિએ બુધવારે એક બેઠક કરી હતી. જેમાં વનડે અને T20 સિરીઝ માટે અલગ-અલગ 6 સ્થળે ફરવાને બદલે માત્ર 2 શહેરના ગ્રાઉન્ડને જ આનું આયોજન સોંપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેવામાં બોર્ડને પણ આ પ્લાન-B પસંદ આવતા શનિવારે અમદાવાદ અને કોલકાતામાં જ સિરીઝનું આયોજન થશે એ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
વેસ્ટ ઈન્ડિઝ ટૂર ઓફ ઈન્ડિયા, 2022
• 6 ફેબ્રુઆરી, પહેલી વનડે – અમદાવાદ
• 9 ફેબ્રુઆરી, બીજી વનડે – અમદાવાદ
• 11 ફેબ્રુઆરી, ત્રીજી વનડે – અમદાવાદ
• 16 ફેબ્રુઆરી, પહેલી T20- કોલકાતા
• 18 ફેબ્રુઆરી, બીજી T20- કોલકાતા
• 20 ફેબ્રુઆરી, ત્રીજી T20- કોલકાતા