Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયઆપણે સ્વજનોને ખોયાં છે, આ પીડા મોટી: પ્રધાનમંત્રી

આપણે સ્વજનોને ખોયાં છે, આ પીડા મોટી: પ્રધાનમંત્રી

શુક્રવારે તબીબો સાથેના સીધાં સંવાદ દરમ્યાન મોદી ભાવુક થયા

- Advertisement -

દેશમાં વકરતા કોરોના સંકટ વચ્ચે શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના તબીબો સાથે સીધો સંવાદ સાધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બ્લેક ફંગસ નવો પડકાર છે અને બાળકોને બચાવવા જરૂરી છે. આ સંવાદ દરમ્યાન ભાવુક થઇ ગયેલા વડાપ્રધાને ભીની આંખો સાથે જણાવ્યું હતું કે, કોવિડ સામે જંગમાં આપણે અનેક પોતાનાને ખોઇ દીધા, જે ભારે પીડાકારી છે.

તેમણે કહ્યું હતું કે, બીજી લહેરમાં આપણે રસીની સુરક્ષા પણ જોઇ છે. આ સુરક્ષા કવચ આવનારા સમયમાં દરેક વ્યક્તિ સુધી પહોંચશે. રસીકરણને સૌ જવાબદારી સમજીને રસી લે, તેવી અપીલ સાથે મોદીએ ઉમેર્યું હતું કે, આપણે એક અદૃશ્ય અને ધુતારા પ્રકારના શત્રુ સામે સાવધાની સાથે લડવાનું છે. વડાપ્રધાને તબીબો, આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, સંકટના આ સમયમાં જનતાની નારાજગી પણ સહન કરવી પડશે. આવી વિકટ સ્થિતિમાં આપણે કામે લાગેલા રહીને જનતાના દુ:ખને ઘટાડવા પ્રયાસ કરવાના છે, તેવું મોદીએ કહ્યું હતું.

બ્લેક ફંગસના વધતા ફેલાવા પર ચિંતા વ્યક્ત કરવા સાથે દેશના આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને બચાવવાનું લક્ષ્ય સામે રાખીને તૈયારી કરવા સલાહ આપી હતી. આરોગ્યપ્રધાને શુક્રવારે કોરોના સંકટ સંદર્ભે તેમજ રસીકરણ અંગે નવ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી. ત્રીજી લહેર આવશે કે નહીં આવે, ક્યારે આવશે તેની ચર્ચા થાય છે, પરંતુ આવનારા સમયમાં વાયરસમાં મ્યુટેશન થશે તો બાળકોને અસર થઈ શકે છે, તેવું ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું.

આવનારા મહિનાઓ દરમ્યાન રસીનાં ઉત્પાદનમાં ઘણો વધારો થશે તેવી ધરપત આપતાં તેમણે અત્યારે જેટલી ઉપલબ્ધ છે તે રસી વિના વિલંબ આપવાની સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular