જામનગરના ગોકુલનગરમાં તંત્ર દ્વારા બાકી મિલ્કત વેરાને લઇ નળ જોડાણ બંધ કરી દેવામાં આવતા જે લોકોએ ટેકસ ભર્યો છે તેના પણ નળ કનેકશન બંધ થઇ જતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે જેને લઇ લોકોના ટોળા એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાતની કડક ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત બાકી વેરો હોય આવા વિસ્તારોમાં આસામીઓના નળ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતાં ત્યારે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પણ તંત્ર દ્વારા મિલ્કત વેરો ન ભરનાર આસામીઓના નળ જોડાણ બંધ કરવામાં આવ્યા હતાં. બે દિવસમાં 16 સોસાયટીના રહીશોને પાણીની લાઇનો બંધ કરવામાં આવી છે. તેવામાં કેટલાક લોકોએ ટેકસ ભર્યો હોવા છતાં તેમના પણ નળ કનેકશન કપાતા રહેવાસીઓ પરેશાન થયા હતાં. 30 ટકા લોકો કોર્પોરેશનનો ટેકસ ભર્યો હોવા છતાં પાણીથી વંચીત રહેતા ટોળુ વિરોધ પ્રદર્શન ઉપર ઉતર્યુ હતું. આ અંગે પૂર્વ કોર્પોરેટર આનંદ રાઠોડને પણ રજૂઆત કરી હતી.
View this post on Instagram


