જામનગરમાં વાલકેશ્વરીનગરી જેવા પોશ વિસ્તારમાં આવેલા ઋત્વીવિહાર એપાર્ટમેન્ટ પાસે સેલરના પાણીનો માર્ગ ઉપર નિકાલ કરવામાં આવતાં અહીંથી પસાર થતાં વાહન ચાલકોને તથા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એપાર્ટમેન્ટના રહેવાસીઓને તેમના ફલેટમાં આવવા-જવાની મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત માર્ગ ઉપર ભરાયેલા પાણીને શાળાએ જતાં બાળકો અને તેમના વાલીઓને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. સતત રહેતા પાણીના કારણે ટુ-વ્હીલર વાહન ચાલકો સ્લિપ થવાની ઘટના પણ ઘટે છે. આ અંગે તાકિદે જામ્યુકો દ્વારા કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.