Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગુલાબનગર એ ઝોન તથા સમર્પણ ઝોન બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ

જામનગરના ગુલાબનગર એ ઝોન તથા સમર્પણ ઝોન બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ

- Advertisement -

નર્મદા (એન સી 8)ની મશીનરીમાં ફોલ્ટ થવાના કારણે નર્મદાનું પાણી ઓછું મળવાથી ગુલાબનગર ઝોન એ હેઠળના અને સમર્પણ ઝોન બી હેઠળના વિસ્તારોમાં તા.28 જૂનના રોજ પાણી પૂરવઠો બંધ રહેશે. ગુલાબનગર ઝોન એ હેઠળ આવતા ભોયવાડો, અંબાજીનો ચોક, વાઘેરવાડો, કુંભારવાડો, પટણીવાડ, હાજીપીરની શેરી, હનુમાન મંદિરવાળી શેરી, નદીપા, પઠાણફળી, મચ્છીપીઠ, ફકીરવાડો, આશાપુરા મંદિર, કોડીવાડ, ખાટકીવાડ, સાયોના ફળી, ચંપાકુંજ, સવાભાઈની શેરી, ગુલાબનગર, મોહનનગર, સીન્ડીકેટ સોસાયટી, નારાયણનગર, દયાનંદ સોસાયટી, સિંધી કોલોની, શિવનગર, રામવાડી, વૃંદાવનધામ સોસાયટી, રાજમોતી ટાઉનશીપ, સત્યસાંઈનગર, પ્રભાતનગર, યોગેશ્ર્વરનગર, મધુરમ સોસાયટી, ક્રિષ્નાપાર્ક સોસાયટી, પ્રગતિપાર્ક વિગેર વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

- Advertisement -

સમર્પણ ઝોન -બી કામદાર કોલોની, આદર્શ કોલોની, ખોડિયાર કોલોની, બાણુકવાર્ટર, રાજનગર, નિલકમલ, હિમાલય સોસાયટી, જાગૃત્તિનગર, સમ્રાટ અશોકનગર, કોળીનો દંગો, દલિતનગર, સોનલનગર, 1404 આવાસ, સરલાબેન ત્રિવેદી ભવન આવાસ, ફુલચંદ તંબોલી આવાસ, ધરારનગર-1, જૂનો હુશેનો ચોક, વિગેરે વિસ્તારોમાં પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા બીજા દિવસે રૂટિન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જામ્યુકોની વોટસ વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular